શું તમે પણ ગુરૂવારે જનમ્યા છો? જાણો તમારી ખૂબીઓ

Posted By:
Subscribe to Oneindia News

જે રીતે ગ્રહ, નક્ષત્ર, આંકડા, માસ વગેરે તમારા જીવન પર અસર કરે છે, તે જ રીતે જન્મનો દિવસ પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર કરે છે. જેને આધારે તમે વ્યક્તિના સ્વભાવ વિશે અનુમાન લગાવી શકો છો, કે તે કેવા હશે. આજના યુગમાં પણ બાળકના જન્મ માટે મુહૂર્ત અને દિવસ અગાઉથી જોઈ તે દિવસે બાળકનો જન્મ કરાવામાં આવે છે. તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે સારો અને આ દિવસે ખરાબ.

આ વિશે પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈન વાત કરતા જણાવે છે કે, ઘણીવાર અમારે ત્યાં લોકો આવે છે અને કહે છે કે તમે ઓપરેશન કરવા ઈચ્છો છો તો આ દિવસે કરો, કારણ કે બ્રાહ્મણના કહેવા પ્રમાણે બાળકનું જન્મ લેવું આ દિવસે શુભ છે, મોટાભાગના લોકો બાળકના જન્મ માટે ગુરુવારને શુભ માને છે. આજે અમે તમને જણાવિશું કે ગુરુવારે જન્મેલા લોકોમાં કઈ કઈ ખૂબીઓ હોય છે. જો તમારો જન્મ પણ ગુરૂવારે થયેલો છે, તો તમને પણ જાણવામાં રસ ખરો કે તમે કેવા છો? તો જાણવા વાંચો..

શાંત અને સમજદાર

શાંત અને સમજદાર

 • ગુરૂવારે જન્મેલા જાતકો શાંત અને ઘણા સમજદાર હોય છે.
 • તેઓ લોકોને ખૂબ જ માન આપે છે, પરિણામે લોકો માટે તેઓ આદર્શ હોય છે.
 • તેઓ ઉચ્ચ અને સાફ-સુથરી વિચારધારાના માલિક હોય છે.
 • તેઓ બુદ્ધિમાન અને પરાક્રમી હોય છે.
પોતાના દમે સફળ થવું

પોતાના દમે સફળ થવું

 • તેમની અંદર લીડરશીપ ક્વોલિટી હોય છે. પરિણામે તેઓ જે ક્ષેત્રે કામ કરે છે, ત્યાં ઊંચુ પદ હાંસલ કરે છે.
 • સખત મહેનત કરનારા અને પોતાની ચીજો પોતાના દમે મેળવનારા હોય છે.
 • તેઓ મુશ્કેલીનો સામનો સમજદારી પૂર્વક કરે છે.
આઝાદી પ્રિય

આઝાદી પ્રિય

 • ગુરૂવારે જન્મેલા લોકોને બંધનમાં રહેવુ પસંદ નથી, તેમને આઝાદી ગમે છે.
 • તેઓ જલ્દી લોકો પર વિશ્વાસ કરી લે છે, જેનું તેમને નુકશાન ભોગવવું પડે છે.
 • તેમના મિત્રો તો અનેક હોય છે, પણ તેમાં સાચા મિત્રોની સંખ્યા ઘણી ઓછી હોય છે.
 • મિત્રો તરફથી તેમની હંમેશા પ્રશંસા થાય છે.
આકર્ષણ અને મોહક

આકર્ષણ અને મોહક

 • તેઓ સ્પષ્ટવાદી હોય છે અને તેમને સુંદરતા આકર્ષે છે.
 • ગુરૂવારે જન્મેલી વ્યક્તિ આકર્ષણ અને ધ્યાન પ્રિય હોય છે, તેથી મોટેભાગે તેઓ પ્રેમલગ્ન કરે છે.
 • તેમનું લગ્નજીવન સુખમય હોય છે. તેઓ પોતાના જીવનસાથીને ખૂબ પ્રેમ કરે છે.
મનથી આનંદિત

મનથી આનંદિત

 • આરોગ્યની દ્રષ્ટિએ ગુરૂવારે જન્મેલા જાતકો હંમેશા નાની-મોટી બિમારીઓથી પિડાતા હોય છે, જેમ કે શરદી, પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો.
 • ગુરૂવારે જન્મેલા લોકો ખૂબ પૈસા કમાય છે અને મન ખોલીને ખર્ચ કરે છે.
English summary
Thursday Born Person are wise, optimistic and highly understanding; you are respected a lot and attract plenty of attention wherever you go.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.