For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE 10th Result 2021: સીબીએસઈએ જાહેર કર્યુ 10માં બોર્ડનુ પરિણામ, આ રીતે કરો ચેક

સીબીએસઈનુ 10 ધોરણનુ પરિણામ આજે બપોરે 12 વાગે જાહેર કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સીબીએસઈ બોર્ડનુ 10માં ધોરણનુ પરિણામ આજે બપોરે 12 વાગે જાહેર કરવામાં આવ્યુ છે. સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ પર આજે બપોરે 12 વાગે 10માં ધોરણનુ પરિણામ મૂકવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી અને આંતરિક મૂલ્યાંકનના આધારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. સીબીએસઈ બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર ઑનલાઈન મોડમાં જાહેર કરવામાં આવ્યુ. છાત્રો પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર અને પ્રવેશ પત્ર સંબંધી માહિતી આપીને પોતાનુ પરિણામ જોઈ શકે છે.

cbse

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વર્ષે 10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓને રદ કરી દેવામાં આવી હતી. માટે છાત્રોએ તેમના રોલ નંબર સાથે કોઈ એડમિટ કાર્ડ મળ્યુ નથી. સીબીએસઈ બોર્ડે હાલમાં જ છાત્રોને રોલ નંબર આપવા માટે વિંડો એક્ટિવ કરી દીધી છે. વેબસાઈટ પર રિઝલ્ટ ચેક કરવા માટે રોલ નંબરની જરૂર પડશે. પોતાનો રોલ નંબર જાણવા માટે સીબીએસઈ 10માંના છાત્રોએ સીબીએસઈની અધિકૃત વેબસાઈટ પર લૉગ ઈન કરવાનુ રહેશે અને લૉગિન ક્રિડેન્શિયલ નાખવાના રહેશે.

SMS પર પણ જોઈ શકો છો પરિણામ

2021 ધોરણ 10 સાથે ઉમેદવારે પોતાનુ સીબીએસઈ બોર્ડનુ પરિણામ એસએમએસના માધ્યમથી કે ઈન્ટરએક્ટિવ વૉઈસ રિસ્પૉન્સ સિસ્ટમ(આઈવીઆરએસ) કે કૉલના માધ્યમથી પણ જોઈ શકે છે. તેમણે બસ એટલુ કરવાનુ છે કે સીબીએસઈ 10માં ધોરણનો રોલ નંબર, જન્મતિથિ, સ્કૂલ નંબર, સેન્ટર નંબર ટાઈપ કરીને 7738299899 ઉપર મોકલી દેવો.

English summary
CBSE 10th Result 2021: CBSE 10th result today at 12 P.M., Know how to check.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X