For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSE Board Exams 2021: આગામી 4 મેથી લેવાશે સીબીએસઈ બોર્ડની પરીક્ષા

CBSE Board Exams 2021: આગામી 4 મેથી લેવાશે સીબીએસઈ બોર્ડની પરીક્ષા

|
Google Oneindia Gujarati News

CBSE Board Exams 2021 Date Sheet: કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓની તારીખનું આજે એલાન કરી દીધું. સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 4 મે 2021થી શરૂ થશે અને 10 જૂન 2021 સુધી ચાલશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે રિઝલ્ટ 15 જુલાઈ સુધી ઘોષિત થશે. પ્રેક્ટિકલ એક્ઝામ 1 માર્ચથી શરૂ થશે. ઘોષણા દરમ્યાન તેમણે કહ્યું કે અમે આગામી સત્રની તૈયારીઓમાં છીએ.

CBSE

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

વર્ષનો અંતિમ દિવસ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે બોર્ડ પરીક્ષાની તારીખની ઘોષણા કરતા જણાવ્યું કે 10મા અને 12માની પરીક્ષાઓ ચાર મેથી શરૂ થશેઅને 10 જૂન સુધી ચાલશે. જે બાદ 15 જુલાઈ સુધી રિઝલ્ટની ઘોષણા થશે. પ્રેક્ટિકલ એક્ઝામ 1 માર્ચથી લેવાશે. સ્કૂલોને 10મા ધોરણની પ્રેક્ટિકલ/ પ્રોજેક્ટ/ આંતરિક મૂલ્યાંકનની મંજૂરી 1 માર્ચ 2021થી આ ધોરણની લેખિત રપીક્ષાની અંતિમ તિથિ સુધી આપવામાં આવશે.

જ્યારે ધોરણ 12ની પ્રેક્ટિકલ/ પ્રોજેક્ટ/ આંતરિક મૂલ્યાંકનની મંજૂરી 1 માર્ચ 2021થી આ ધોરણની લેખિત પરીક્ષાની છેલ્લી તારીખ સુધી આપવામાં આવશે. થોડી વારમાં સીબીએસઈ પોતાની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર પણ આ ડેટશીટ્સ અપલોડ કરી દેશે. સ્ટૂડેન્ટ્સ અહીંથી તેને ડાઉનલોડ કરી શકે છે. કોરોના વાયરસ મહામારીને કારણે વિશેષ પરિસ્થિતિઓમાં આ વખતે સીબીએસઈએ બંને ધોરણ માટે 30 ટકા સિલેબસ ઘટાડ્યો છે. ઘટાડેલ સિલેબસ પર જ બોર્ડ પરીક્ષાઓ લેવાશે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, કોરોના કાળમાં જેવી રીતે તમે લોકોએ ખુદને તૈયાર કર્યા છે તે વખાણવા લાયક છે. શિક્ષકો અને વાલીઓ પ્રત્યે હું આભારી છું. બોર્ડના ચેરમેન સતત પીરક્ષાની સિસ્ટમ પર નજર રાખીને બેઠા છે. આખી સિસ્ટમ તમારી સાથે જોડાયેલ છે. વિદેશમાં જે સીબીએસઈ સ્કૂલ ચાલી રહી છે, તેમને પણ ચિંતા કરવાની જરૂરત નથી. આવી સ્કૂલો માટે પણ ઈંતેજામ કરવામાં આવી રહ્યા છે.

English summary
CBSE Board Exams 2021: CBSE Board Exams will be held from 4th May
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X