For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CLAT Exam 2021: આવતી કાલે યોજાશે CLATની પરિક્ષા, આ છે નિયમ, જાણો સંપૂર્ણ વિગતો

દેશની ટોચની લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન લો ટેસ્ટ (CLAT 2021) આવતીકાલે એટલે કે, 23 જુલાઈ 2021ના ​​રોજ લેવામાં આવશે. આ પરીક્ષા શુક્રવારે બપોરે 2થી 4 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે અરજી કરનાર તમામ ઉમેદવારો પરીક

|
Google Oneindia Gujarati News

દેશની ટોચની લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન લો ટેસ્ટ (CLAT 2021) આવતીકાલે એટલે કે, 23 જુલાઈ 2021ના ​​રોજ લેવામાં આવશે. આ પરીક્ષા શુક્રવારે બપોરે 2થી 4 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે અરજી કરનાર તમામ ઉમેદવારો પરીક્ષાની વિગતો જોવા માટે સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.inની મુલાકાત લઈ શકો છો.

CLAT

CLATની પરીક્ષા કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીઝ દ્વારા અન્ડરગ્રેજ્યુએટ (યુજી) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) બંને કાર્યક્રમો માટે લેવામાં આવશે. આ પરીક્ષાનું પ્રવેશ કાર્ડ પણ જાહેર કરાયું છે. સંઘે હવે પરીક્ષાના દિવસ માટેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ હજી સુધી પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી તેઓ સત્તાવાર વેબસાઇટ પર જાઈને પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

આ પરીક્ષા દ્વારા દેશની 22 રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓની લગભગ 2,300 બેઠકો પર નોંધણી થશે. આ વખતે પરીક્ષા પ્રણાલીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે CLAT 23 મી જુલાઈએ ઓફલાઇન મોડમાં યોજાશે. બિહારના યુજી અને પીજી સહિત લગભગ સાડા પાંચ હજાર ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેવાની સંભાવના છે.

CLAT પરિક્ષામાં અંગ્રેજી ભાષા, સામાન્ય જ્ઞાન, લોજિકલ રીઝનીંગ અને ક્વોટિટિવ ટેક્નિક્સ અને કાનૂની તર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. પેપર સંપૂર્ણપણે સમજણ આધારિત હશે. સામાન્ય જ્ઞાન અને કાનૂની તર્કનો હિસ્સો 25-25 ટકા રહેશે. લોજિકલ રિઝનિંગ અને અંગ્રેજીના પ્રશ્નો 20-20 ટકા હશે. ક્વોંટિટિવ10 ટકા હશે. આ પરીક્ષા પછી વિદ્યાર્થીઓને 22 લો યુનિવર્સિટીમાંથી કોઈપણમાં પસંદગીઓ અને તેમની ગુણવત્તા અનુસાર પ્રવેશ આપવામાં આવે છે.

English summary
CLAT Exam 2021: CLAT exam will be held tomorrow, this is the rule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X