GPSC વર્ગ 1-2નું પરિણામ જાહેર, લાંબા સમયથી જોવાઈ રહી હતી રાહ

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી ક્લાસ એક અને બેનું પરિણામ જાહેર કરી દેવાયુ છે. આ પરિણામની લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા.

ગુજરાત જાહેર સેવા આયોગે લીધેલી 183 જગ્યાઓ માટેની ભરતીનું આ પરિણામ આજે જાહેર કરાયુ છે. પરિણામ જાહેર કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.

GPSC

જીપીએસસી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકની 8, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 1, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 1 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ માટે પરિણામ જાહેર કરાયુ છે.

આ સિવાય રાજ્યવેરા અધિકારીની 75, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, મામલતદારની 12, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 1, સરકારી શ્રમ અધિકારીની 2, એમ સંયુક્ત રીતે વર્ગ-2ની કુલ 110 જગ્યાઓ માટેના પરિણામ પણ જાહેર કરાયા છે. આમાં કલાસ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ ભરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X