GSHSEB: આવતા અઠવાડિયે જાહેર થશે ધોરણ 12 અને 10ની પરીક્ષાનું ટાઈમ ટેબલ
અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવતા અઠવાડિયે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરશે. GSHSEBના અધિકારીએ જણાવ્યા મુજબ બોર્ડ 10 મે અને 17 મેના વિકલ્પ વિશે વિચારી રહ્યું છે અને આવતા અઠવાડિયે આ બે તારીખમાંથી કોઈ એક તારીખ જાહેર કરી શકે છે.
આ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા માટે 10.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધણી કરશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5.30 લાખ વિદ્યાર્થીઓ નોંધણી કરશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે.

અગાઉ બોર્ડે 30% સિલેબસ ઘટાડી દીધો હતો અને પરીક્ષાની પદ્ધતિમાં પણ બદલાવ કર્યા હતા. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં જ પરીક્ષા લેવાતી હોય છે પરંતુ કોવિડ-19 મહામારીને કારણે આ વખતે પરીક્ષા મોડી લેવાઈ રહી છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ વર્ષે સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્રો 5500થી વધારીને 6700 કરી દેવામાં આવશે. તેની સાથે જ પરીક્ષા ખંડની સંખ્યા પણ 60000થી વધીને 75000 થઈ જશે. જેમાના 60% જેટલાં પરીક્ષા કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે.
પરીક્ષાની નવી સુધારેલી પદ્ધતિ પ્રમાણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે 50% માર્ક્સનું પેપર OMR (વૈકલ્પિક જવાબો વાળા પ્રશ્નો) પદ્ધતિ મુજબ હશે અને 50% માર્ક્સનું પેપર લેખિત હશે જેમાં સવાલોનો વિસ્તૃત જવાબ આપવાનો રહશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ વખતે 20% ને બદલે 30% માર્ક્સનું પેપર OMR પદ્ધતિ પ્રમાણેનું હશે.
પ્રણવ દાનુ અંતિમ પુસ્તક પ્રકાશિત, લખ્યુ - કોંગ્રેસમાં મેજિક નેતૃત્વ ખતમ