Gujarat High Court recruitment 2023 : 57 જિલ્લા ન્યાયાધીશની જગ્યા માટે ભરતી, જાણો લાયકાત અને છેલ્લી તારીખ

Gujarat High Court recruitment 2023 : ગુજરાત હાઇકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજની 57 જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. આ માટે ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લેવી પડશે.

Gujarat High Court Recruitment 2023 માટે 5 મે, 2023 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશની 57 ખાલી જગ્યાઓ ભરવાની છે.

Gujarat High Court recruitment 2023

Gujarat High Court Recruitment 2023 પર કેવી રીતે થશે પસંદગી - જિલ્લા ન્યાયાધીશની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. લેખિત પરીક્ષાના બે ભાગ હશે. પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા.

ગુજરાત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજની ભરતી માટેની પ્રારંભિક પરીક્ષા 11 જૂનના રોજ લેવામાં આવશે. આ સાથે મુખ્ય લેખિત પરીક્ષા 16 જુલાઈના રોજ લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોને વાઇવા ટેસ્ટ અથવા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે મૌખિક સપ્ટેમ્બર 2023માં યોજાશે.

ગુજરાત હાઇકોર્ટની ભરતીની સંખ્યા - ગુજરાત હાઇકોર્ટ જજ રિક્રુટમેન્ટ ડ્રાઇવ દ્વારા રાજ્યમાં કુલ 57 જિલ્લા ન્યાયાધીશોની ભરતી કરશે. ગુજરાત હાઈકોર્ટની ભરતી માટે વય મર્યાદા: - સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. આવા સમયે SC/ST/સામાજિક અને ઉંમર 48 વર્ષ હોવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટની ભરતી માટેની અરજી ફી - સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 2000 ફી ચૂકવવાની હોય છે, જ્યારે SC અને ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, લોકોમોટર ડિસેબિલિટીઝ અને ભૂતપૂર્વ સૈનિક વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયા ફી ચૂકવવાની હોય છે.

ગુજરાત HC સિવિલ જજની જગ્યાઓ માટે કેવી રીતે અરજી કરવી

  • સૌ પ્રથમ ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લો
  • જે બાદ વર્તમાન નોકરીઓ હેઠળ DIRECT RECRUITMENT OF DISTRICT JUDGE પર ક્લિક કર
  • હવે પોસ્ટ માટે અરજી લિંક પર ક્લિક કરો
  • જે બાદ ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો
  • હવે સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરો
  • ભાવિ સંદર્ભ માટે છેલ્લે પ્રિન્ટઆઉટ લો
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X