For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GUJCET 2022 Exam Date: 20 એપ્રિલે લેવાશે ગુજકેટ 2022ની પરીક્ષા

GUJCET 2022 Exam Date: 20 એપ્રિલે લેવાશે ગુજકેટ 2022ની પરીક્ષા

|
Google Oneindia Gujarati News

ધોરણ 12 પાસ કર્યા બાદ એન્જીનિયરિંગમાં ડિગ્રી, ડિપ્લોમા કોર્સ અને ફાર્મસી કોર્સમાં એડમિશન લેવા માટે ફરજીયાત સામાન્ય પ્રવેશ પરીક્ષા (Compulsory Common Entrance Test) આપવી જરૂરી છે, રાજ્યમાં 20 એપ્રિલના રોજ GUJCET 2022ની પરીક્ષા લેવામાં આવશે.

GUJCET 2022 Exam Date

"જિલ્લા કેન્દ્રોમાં તારીખ 20 એપ્રિલના રોજ રાજ્યભરમાં GUJCET પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીનો રહેશે. કુલ ચાર વિષય- ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત માટે કુલ 4 પેપર લેવામાં આવશે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના પેપર ભેગાં લેવાશે અને પરીક્ષાનો સમય 120 મિનિટ એટલે કે 2 કલાકનો રહેશે. જ્યારે બાકીના 2 પેપર માટે 1-1 કલાકનો સમય આપવામાં આવ્યો છે. બધા જ વિષયના 40 OMR પ્રશ્નો હશે."- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)નું નિવેદન. આ પરીક્ષા માટે Group- A અને Group- B એમ બંને ગ્રુપના કુલ 1.8 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

સામાન્ય રીતે મે મહિનામાં GUJCETની પરીક્ષા લેવામાં આવતી હોય છે જેનાથી વિદ્યાર્થીઓને પણ તૈયારીનો થોડો સમય મળી જાય ચે. જો કે, આ વર્ષે HSC પરીક્ષાઓ પૂર્ણ થયાના માત્ર એક અઠવાડિયા બાદ જ ગુજકેટ લેવામાં આવશે, જેથી એડમિશન પ્રક્રિયા વહેલી તકે શરૂ થઈ જશે. રાજ્યમાં એન્જીનિયરિંગ માટે કુલ 60,000 સીટ ઉપલબ્ધ છે જ્યારે ફાર્મસી માટે 6,000 સીટ ઉપલબ્ધ છે. પ્રવેશ મેરિટ માટે, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ગણિતના કુલ સ્કોરના 60% અને GUJCETના 40% સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે.

English summary
GUJCET 2022 Exam Date: 1.8 Lakh Students will appear in Common Entrance Test Exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X