For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Indian Coast Guard recruitment 2021: 10મુ-12મુ પાસ માટે બંપર ભરતી, જાણો વિગત

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં 10માં અને 12મુ પાસ લોકો માટે ઘણા પદો પર આવેદન આમંત્રિત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Indian Coast Guard recruitment 2021: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં 10માં અને 12મુ પાસ લોકો માટે ઘણા પદો પર આવેદન આમંત્રિત કરવામાં આવ્યા છે. કુલ પદોની સંખ્યા 358 છે. આ ભરતી નાવિક અને યાંત્રિકના પદો પર થઈ રહી છે. આવેદન કરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને આવેદન કરવાની અંતિમ તારીખ 19 જાન્યુઆરી, 2021 છે. એટલે કે આ તારીખ બાદ કોઈ આવેદન નહિ કરી શકે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અધિકૃત વેબસાઈટ joinindiancoastguard.cdac.in પર જઈને આવેદન કરી શકે છે.

job

અધિકૃત અધિસૂચના અનુસાર આ પદો પર ભરતી માટે પહેલા લેખિત પરીક્ષાનુ આયોજન થશેઅને પછી શારીરિક ફિટનેસ પરીક્ષા થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનુ કામ થશે. લેખિત પરીક્ષાની તારીખનુ એલાન હજુ કરવામાં આવ્યુ નથી. પરંતુ શિડ્યુલ અનુસાર આ પરીક્ષા માર્ચમાં આયોજિત થશે. વળી, આનુ રિઝલ્ટ 20 દિવસ બાદ જાહેર કરવામાં આવશે. આવેદન કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 22 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

શૈક્ષણિક યોગ્યતામાં 12મુ પાસ ઉમેદવારે વિષય તરીકે ગણતિ અને ફિઝિકલ વિષય વાંચ્યા હોય. યાંત્રિકના પદ પર આવેદન કરવા માટે ઉમેદવાર 10મુ પાસ હોવા જોઈએ. સામાન્ય કેટેગરીમાં ઉમેદવારોને આવેદન ફી તરીકે 250 રૂપિયા ચૂકવવાના રહેશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારેનો કોઈ ફી ભરવાની નથી. જે ઉમેદવાર લેખિત પરીક્ષા, શારીરિક ફિટનેસ ટેસ્ટ અને દસ્તાવેજ વેરિફીકેશન બાદ પસંદગી પામશે તેમની ટ્રેનિંગ થશે. પછી તેમના માટે એનએવી અને યાંત્રિક માટે પ્રશિક્ષણ થશે. ટ્રેનિંગનો સમય ઓગસ્ટ, 2021માં શરૂ થશે. અને આ ઓક્ટોબર, 2021માં ખતમ થશે. ઉમેદવારોને અન્ય કોઈ પણ પ્રકારની માહિતી માટે અધિકૃત વેબસાઈટ પર જવાની સલાહ આપવામાં આવે છે.

અધિકૃત વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

પોસ્ટ ઑફિસમાં 10 પાસ પર ભરતી, 1826 પદ પદ પર થશે નિમણૂકપોસ્ટ ઑફિસમાં 10 પાસ પર ભરતી, 1826 પદ પદ પર થશે નિમણૂક

English summary
Indian Coast Guard recruitment 2021: Job vacancies for 10 and 12 pass know the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X