For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JEE Main Result 2020: આજે જારી થઈ શકે છે જેઈઈ મેઈનનુ પરિણામ, આ રીતે કરો ચેક

જેઈઈ(સંયુક્ત પ્રવેશ પરીક્ષા) મેઈન પરીક્ષા 2020નુ પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) શુક્રવારે જારી કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જેઈઈ(સંયુક્ત પ્રવેશ પરીક્ષા) મેઈન પરીક્ષા 2020નુ પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) શુક્રવારે જારી કરી શકે છે. જેઈઈ મેઈન પરીક્ષામાં બેસનાર છાત્રો ધ્યાન આપે કે જેઈઈ મેઈન્સનુ પરિણામ 20-20 અધિકૃત વેબસાઈટ પર જારી કરવામાં આવશે. અધિકૃત આંકડાઓ અનુસાર જેઈઈ મેઈન પરીક્ષા માટે 8.58 લાખથી વધુ છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ પરીક્ષાનુ આયોજન આ મહિને 1-6 સપ્ટેમ્બર,2020 વચ્ચે થયુ છે. જો કે કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ 6.35 લાખ છાત્રો જ પરીક્ષામાં બેઠા હતા. છાત્ર ખબરમાં જણાવવામાં આવ્યુ છે કે અમુક સરળ તબક્કામાં તમે પરિણામ જોઈ શકો છો. આ ઉપરાંત આ સમાચારમાં નીચે પરિણામ ચેક કરવા માટે ડાયરેક્ટ લિંક પણ આપવામાં આવી છે. તેના પર ક્લિક કરીને પણ પરિણામ જોઈ શકાય છે.

jee

કેવી રીતે ચેક કરશો જેઈઈ મેઈન્સ પરિણામ 2020 -

  • સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ jeemain.nic.in પર જાવ.
  • અહીં દેખાઈ રહેલ 'View Result/Scorecard' લિંક પર ક્લિક કરો.
  • હવે પોતાનો એપ્લીકેશન નંબર અને અન્ય માંગવામાં આવેલી માહિતી ભરો.
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી દો.
  • પછી તમારુ જેઈઈ મેઈનનુ રિઝલ્ટ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાવા લાગશે.
  • તમે ઈચ્છો તો અહીંથી પોતાનુ રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો.
  • ભવિષ્યની સુવિધા માટે રિઝલ્ટની પ્રિન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પહેલા 8 સપ્ટેમ્બરે એનટીએ એ જેઈઈ મેઈન 2020 પરીક્ષાની આન્સર કી જારી કરી હતી. રિઝલ્ટ જારી થયા બાદ કટ ઑફ માર્ક્સના આધારે જે છાત્ર યોગ્ય હશે તેને એન્જિનિયરીંગ કૉલેજોમાં પ્રવેશ આપવામાં આવશે. આમાં ભારતીય સૂચના પ્રોદ્યોગિકી સંસ્થા (IITs), રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થા (NITs) અને સરકારી નાણાસહાયક ટેકનિકલ સંસ્થા (GFTIs) શામેલ છે. ઉમેદવારોને વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ પર જવાની સલાહ આપવામાં આવે છે. જેની ડાયરેક્ટ લિંગ આ સમાચારમાં નીચે આપવામાં આવી છે.

અધિકૃત વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.

રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

સાજિદ ખાન પર ફરીથી લાગ્યા યૌન શોષણના આરોપ, રોલ અપાવવા માટે કરી હતી 'ગંદી ડિમાન્ડ'સાજિદ ખાન પર ફરીથી લાગ્યા યૌન શોષણના આરોપ, રોલ અપાવવા માટે કરી હતી 'ગંદી ડિમાન્ડ'

English summary
JEE Main Result 2020: answer key nta cut off marks official website check here download.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X