NEET 2021 : ઉમેદવારોને મેઈલ પર મળી રહ્યું છે રિઝલ્ટ, જલ્દી વેબસાઈટ પર મુકાશે!
નવી દિલ્હી, 01 નવેમ્બર : દેશભરની મેડિકલ કોલેજોમાં એડમિશન માટે NEET પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET પરિણામ 2021 જાહેર કર્યું છે. NTA એ વિદ્યાર્થીઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર પરિણામ મોકલવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત NTA વિદ્યાર્થીઓને ખાતરી આપી રહ્યું છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in અને ntaresults.nic.in પર પરિણામ જાહેર કરશે.
તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગયા વર્ષે NEET UG યોજ્યાના એક મહિનાની અંદર પરિણામ જાહેર કર્યું હતું, પરંતુ આ વર્ષે પરિણામમાં નોંધપાત્ર વિલંબ થયો છે. તમને જણાવી દઈએ કે NEET 2021ની પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021ના રોજ લેવામાં આવી હતી. NEETની આન્સર કી 15 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવી છે. NEET 2021માં લગભગ 16 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
NEET નું પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓએ કાઉન્સિલિંગમાં હાજરી આપવી પડશે. આ માટે ઉમેદવારોને NEET 2021 એડમિટ કાર્ડ, NEET પરિણામ રેન્ક લેટર અથવા સ્કોરકાર્ડ, 10મું-12માં નું પ્રમાણપત્ર, કોઈપણ એક ID અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની જરૂર પડશે.