For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET PG 2021 : NEET PG પરીક્ષા માટે એડમિટ કાર્ડ આજથી નીકળશે, આ રીતે કરો ડાઉનલોડ

NBE) આજે NEET PG પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. જે ઉમેદવારોએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (પોસ્ટ ગ્રેજ્યુએટ) 2021 માટે નોંધણી કરાવી છે. ૉ

|
Google Oneindia Gujarati News

મુંબઈ : નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) આજે NEET PG પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. જે ઉમેદવારોએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (પોસ્ટ ગ્રેજ્યુએટ) 2021 માટે નોંધણી કરાવી છે. તેમને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE)ની સત્તાવાર વેબસાઇટ પરથી natboard.edu.in પર એડમિટ કાર્ડ બહાર પાડશે.

NEET PG પરીક્ષા એડમિટ કાર્ડ માટે રોલ નંબર અને અન્ય રજિસ્ટ્રેશન વિગતોનો ઉપયોગ કરીને પોર્ટલ પર લોગઇન કરી શકાય છે. NEET PG પરીક્ષા 11 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ અગાઉ પરીક્ષા 18 એપ્રિલના રોજ યોજાવાની હતી, પરંતુ દેશભરમાં COVID 19ની પરિસ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવી હતી.

NEET

NEET PG 2021 એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

  • NEET PG 2021 એડમિટ કાર્ડ માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ natboard.edu.in ની વિઝિટ કરો
  • વેબસાઇટના હોમપેજ પર ઉપલબ્ધ NEET PG 2021 એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
  • લોગ ઇન પેજ પર રિડાયરેક્ટ થશે
  • પ્રવેશ માટે તમારી નોંધણી વિગતો સબમિટ કરો
  • એડમિટ કાર્ડ તમારી સ્ક્રિન પર પ્રદર્શિત થશે
  • ડાઉનલોડ કરો અથવા એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ લો
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા બાદ ફોટોગ્રાફને તમારા વર્તમાન પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે અપડેટ કરો.
  • ફોટો સફેદ પૃષ્ઠભૂમિ સાથે રંગીન ફોટો હોવો જોઈએ.
  • ફોટોનું કદ ઓછામાં ઓછું 35 x 45 mm હોવું જોઈએ.
  • તમારો ચહેરો 75 ટકા ચિત્રમાં દ્રશ્યમાન હોવો જોઈએ.

NBE એ કહ્યું છે કે, ઉમેદવારોને NBE વેબસાઇટ પર પ્રવેશ કાર્ડની ઉપલબ્ધતા વિશે SMS, ઇમેઇલ ચેતવણીઓ અને વેબસાઇટ નોટિસ દ્વારા પણ જાણ કરવામાં આવશે. આ સાથે NBE એ સ્પષ્ટતા કરી છે કે, એડમિટ કાર્ડ પોસ્ટ અને ઇમેઇલ દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવશે નહીં.

English summary
The National Board of Examinations (NBE) will today issue an admit card for the NEET PG exam. Candidates who have registered for National Eligibility cum Entrance Test (Post Graduate) 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X