For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET PGના બદલે હવે થશે NExtની પરીક્ષા, જાણો સમગ્ર મામલો

નીટની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Neet pg replaced with national exit test- નીટની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ મેડિકલ કાઉન્સિલ(NMC) નેશનલ એક્ઝીટ ટેસ્ટ(NExt)નુ નોટિફિકેશન જાહેર કરવા જઈ રહ્યુ છે. NExT પરીક્ષા આવતા વર્ષે ડિસેમ્બરમાં 2023માં લેવામાં આવશે. આ નિર્ણય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિકાસ અને અન્ય ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. NEET PGના બદલે હવે NExT પરીક્ષા લેવામાં આવશે. જેના આધારે ઉમેદવારોને PG મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે.

neet

આગામી વર્ષે યોજાનારી NExT પરીક્ષાનુ નોટિફિકેશન અને શિડ્યૂલ ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને જણાવી દઈએ કે આ પરીક્ષા ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સની દેખરેખ હેઠળ લેવામાં આવશે. NExT પરીક્ષામાં મેળવેલ માર્કસ મેડિકલ પીજીમાં પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારોને NExT પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેડિકલ પીજીમાં પ્રવેશ આપવામાં આવશે.

NEET PG 2023 મેડિકલ પીજીમાં એડમિશન લેવા માટેની છેલ્લી પરીક્ષા હશે, હવે NEET PGને બદલે NExT પરીક્ષાઓનુ આયોજન કરવામાં આવશે. જેના આધારે આગળ મેડિકલ પીજીમાં પ્રવેશ આપવામાં આવશે. NEET PG 2023 પરીક્ષા આવતા વર્ષે એપ્રિલ-મેમાં છેલ્લી પરીક્ષા હશે. NExT પરીક્ષા ડિસેમ્બર 2023 માં લેવામાં આવશે. જેની સૂચના યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

English summary
NEET PG exam replaced with national exit test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X