Standard 12th Exam: સીબીએસઈ, આઈસીએસઈનો કેટલાય વિકલ્પો પર વિચાર

Standard 12th Exam: સીબીએસઈ, આઈસીએસઈનો કેટલાય વિકલ્પો પર વિચાર

કોવિડ 19ની સ્થિતિને ધ્યાનમાં રાખતાં સીબીએસઈ અને સીઆઈએસસીઈ 12મા ધોરણની પેન્ડિંગ બોર્ડ પરીક્ષાઓ સંબંધે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. જેમાં પરીક્ષાઓ રદ્દ કરવી અને વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી અથવા સંક્ષિત્પ ફોર્મેટમાં પરીક્ષા કરાવવી સામેલ છે. એક સૂત્રએ જણાવ્યું કે, મોટાભાગના રાજ્યોએ ઓગસ્ટમાં પ્રમુખ વિષયો માટે નાની અવધીની પરીક્ષાઓ વિશે સીબીએસઈ દ્વારા પ્રસ્તાવિત વિકલ્પનું સમર્થન કર્યું છે. કોવિડ 19 સ્થિતિની હજી પણ સમીક્ષા કરવામાં આવી રહી છે અને પરીક્ષા રદ્દ કરવી અને પાછલી પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને અંક આપવા સહિત કેટલાય વિકલ્પો પર હજી પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

exam

આ દરમિયાન સીઆઈસીએસઈ બોર્ડે પોતાના સંબંધિત સ્કૂલોને ધોરણ 11માં અને આ સત્ર દરમિયાન ધોરણ 12માના વિદ્યાર્થીઓને મળેલા એવરેજ અંક જમા કરાવવા કહ્યું છે. જો કે બોર્ડ તરફથી પરીક્ષા રદ્દ કરવાની સંભાવના વિશે સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. જ્યારે સ્કૂલોએ બોર્ડ દ્વારા નિર્ધારિત સાત જૂનની સમય સીમા પૂરી કરવા માટે કામ કરવું શરૂ કરી દીધું છે. જો કે શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, હજી સુધી કંઈપણ નક્કી નથી કરી શકાયું અને એક જૂન સુધી અંતિમ નિર્ણયની ઘોષણા કરવામાં આવશે. મંત્રી પહેલેથી જ જોર આપીને કહી ચૂક્યા છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા છે પરંતુ આ પરીક્ષાઓ પણ મહત્વપૂર્ણ છે.

ઉચ્ચતમ ન્યાયલય દેશમા કોવિડ 19ના વધતા મામલાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કાઉન્સિલ ફૉર ધી ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એગ્ઝામિનેશનની 12મા ધોરણની પરીક્ષાઓ રદ્દ કરવાના નિર્દેશ આપવાનો અનુરોધ કરતી અરજી પર 31 મેના રોજ સુનાવણી કરશે. ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીની પીઠે શુક્રવારે એક સુનાવણીમાં અરજદારને કહ્યું હતું કેઆશાવાદી રહો સોમવાર સુધી સમાધાન થઈ શકે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના એક મોટા વર્ગ દ્વારા પરીક્ષા રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી તે દરમિયાન મંત્રાલયે પાછલા રવિવારે આ મુદ્દે વિચાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જેમાં રાજ્યોના શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ પણ સામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X