For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બરમાં થવાની છે સરકારી નોકરીઓની ભરતી માટે પરીક્ષા, કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત

સરકારી નોકરીઓની ભરતી માટે સામાન્ય પાત્રતા પરીક્ષા(સીઈટી) આ વર્ષે સપ્ટેમ્બર આસપાસ આયોજિત થવાની સંભાવના છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સરકારી નોકરીઓની ભરતી માટે સામાન્ય પાત્રતા પરીક્ષા(સીઈટી) આ વર્ષે સપ્ટેમ્બર આસપાસ આયોજિત થવાની સંભાવના છે જેના માહિતી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે શનિવારે આપી. તેમણે કહ્યુ કે સીઈટીના સંચાલન માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી(એનઆરએ)ની રચના કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી સાથે કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે યુવાનો માટે વિશેષ રીતે સરકારી નોકરી માટે ઈચ્છુક ઉમેદવારો માટે એક મુખ્ય વરદાન તરીકે સામાન્ય પાત્રતા પરીક્ષા(CET)આ વર્ષે કેન્દ્ર સરકારની નોકરીઓમાં ભરતી માટે ઉમેદવારોનુ સ્ક્રીનિંગ અને શૉર્ટલિસ્ટ કરવામાં આવશે.

cet

તેમણે જણાવ્યુ કે આ રીતની પહેલી પરીક્ષા 2021 બાદ આયોજિત થવાની સંભાવના છે. તેમણે સપ્ટેમ્બર કે તેની આસપાસ હોવાની વાત કહી છે. સિંહે કહ્યુ કે કાર્મિક તેમજ પ્રશિક્ષણ વિભાગ (DoPT) દ્વારા કરવામાં આવેલ 'પથ-પરિવર્તનકારી સુધાર' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત હસ્તક્ષેપ અને યુવાનો માટે તેમની ઉંડી ચિંતાના કારણે સંભવ બન્યુ. તેમણે કહ્યુ કે એનઆરએ એક બહુ એજન્સી નિગમ હશે જે ગ્રુપ બી અને સી(બિન ટેકનિકલ) પદો માટે ઉમેદવારો અને ઉમેદવારોના સ્ક્રીન ટેસ્ટ માટે સામાન્ય પરીક્ષા આયોજિત કરશે. આ સુધારની સૌથી મોટી ખાસિયત એ છે કે દેશના દરેક જિલ્લામાં કમસે કમ એક પરીક્ષા કેન્દ્ર હશે જે અંતરિયાણ વિસ્તારોમાં રહેતા ઉમેદવારો સુધી પહોંચ વધારશે.

સિંહે એ પણ જણાવ્યુ કે એનઆરએ એક સ્વતંત્ર સ્વાયત્ત સંગઠન હશે જે અમુક શ્રેણીઓ માટે ઉમેદવારોને પસંદ કરવા માટે જવાબદાર છે જેના માટે ભરતી કર્મચારી પસંદગી પંચ(એસએસસી), રેલવે ભરતી બોર્ડ(આરઆરબી) અને ઈન્સ્ટીટ્યુટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન(આઈબીપીએસ)ના માધ્યમથી કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યુકે એસએસસી, આરઆરબી અને આઈબીપીએસ જેવી વર્તમાન કેન્દ્રીય ભરતી એજન્સીઓ પોતાની જરુરિયાત મુજબ વિશેષ ભરતી કરવાનુ ચાલુ રાખશે અને સીઈટી માત્ર નોકરીઓ માટે ઉમેદવારોની પ્રારંભિક સ્ક્રીનિંગ માટે પરીક્ષા હશે.

ક્રિપ્ટોકરન્સી પર સરકાર અને RBI કરી રહ્યા છે વિચારઃ સીતારમણક્રિપ્ટોકરન્સી પર સરકાર અને RBI કરી રહ્યા છે વિચારઃ સીતારમણ

English summary
Union Minister Jitendra Singh says Common Eligibility Test for govt jobs recruitment in September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X