For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSC Notification 2023: યુપીએસએસી સિવિલ સેવા પરીક્ષાની અધિસૂચના જાહેર, ફોર્મ ભરવાની પ્રક્રિયા જાણો અહીં

યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અહીં જાણો છેલ્લી તારીખ અને સમગ્ર પ્રક્રિયા.

By Desk
|
Google Oneindia Gujarati News

UPSC Notification 2023: સંઘ લોકસેવા આયોગ(યુપીએસસી) તરફથી સિવિલ સેવા પરીક્ષા(સીએસઈ 2023)ની ભરતી અધિસૂચના એક ફેબ્રુઆરીના રોજ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારોએ યુપીએસસીની ઑફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જઈને ફૉર્મ ભરવાનુ રહેશે. યુપીએસસી સીએસઈની ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી, 2023 છે.

UPSC

આ રીતે જુઓ અધિકૃત નોટિફિકેશન

  • ઉમેદવારે અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર જવુ.
  • અહીં Examination Notification પર ક્લિક કરો.
  • હવે અહીં બંને પરીક્ષાઓની નોટિફિકેશન લિંક અને અપ્લાય લિંક આવી જશે.
  • ઉમેદવારોએ યુપીએસસીની વેબસાઈટ પર ઉપલબ્ધ વનટાઈમ રજિસ્ટ્રેશન(ઓટીઆર) પ્લેટફોર્મ પર પોતાનુ રજિસ્ટ્રેશન કરાવવુ. પછી પરીક્ષા માટે ફોર્મ ભરવુ. રજિસ્ટ્રેશન માત્ર એક વાર અને આખા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય છે. જો પહેલાથી જ રજિસ્ટ્રેશન કરેલુ હોય તો ડાયરેક્ટ ફૉર્મ ભરી શકાય છે.

ભૂલ સુધારવા માટેની તારીખ

યુપીએસસી સીએસઈ પરીક્ષાના ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થાય પછી ઉમેદવાર 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2023 સુધી ફોર્મમાં રહેલી ભૂલો સુધારી શકે છે.

તમને જણાવી દઈએ કે યુપીએસસી સીએસઈ-સિવિલ સર્વિસ એક્ઝામ દર વર્ષે લાખો યુવાનો આપે છે. આ પરીક્ષામાં રેન્ક આવ્યા બાદ ભારત સરકારના લગભગ 24 વિભાગોમાં નિયક્તિઓ કરવામાં આવે છે. આ પરીક્ષા પછી ઉમેદવાર આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ બની શકે છે. પસંદગી પામેલ ઉમેદવાર વિવિધ મંત્રાલયોમાં સચિવ, વિભાગો કે જિલ્લાના પ્રશાસનિક અધિકારી, જિલ્લા અધિકારી કે કલેક્ટર બને છે.

English summary
UPSC CSE Notification 2023 released, Know the last date, how to apply, all details here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X