ગુરુપુર્ણિમા નિમિત્તે એક સટોડિયાની ગુરુવંદના:!!

સોહમ ઠાકર, પાલનપુર: મારા પરમ શ્રદ્ધેય ગુરુદેવ....ઝુન ઝુન ટોપીવાલા....ઉર્ફે "કટકી"

આજે ગુરુ પુર્ણિમાના દિવસે ખુબ જ આત્મપુર્વક આપને વંદન કરું છું. આપ મારી લાઇફમાં તીનપત્તીના એક્કા ની જેમ એવા આવ્યા કે જાણે મારી લાઇફ મેટ્રો ટ્રેનની માફક ઉડવા લાગી.

પાનના ગલ્લા પર ઉભા રહી સોસાયટીના નાકા પર રમાતા ગિલ્લી ડંડા પર સટ્ટો રમાડતા આપે મને જોયો અને તરત જ આપે પ્રસન્ન થઇ મારી આંગળી પકડી અને આજે સટ્ટાના બજારનો એક્કો બનાવી દીધો. કદાચ તમને એ વખતે પણ ખબર હતી કે જે હારતો હતો એ ખેલાડી મારો મંતરેલો હતો.

તમારા પ્રતાપે હે ગુરુદેવ મને મેચ ફિક્સ કરવાની મોટી કુનેહ મળી અને પછી તો મે ના જાણે કેટલાયની ટોપીઓ ફેરવી નાંખી ને હે ગુરુદેવ આપનુ નામ સાર્થક કરી નાખ્યું. આપને જાણીને ગર્વ થશે કે માર્કેટમાં સોથી વધુ પાર્ટીઓ મારા કારણે ઉઠી છે.

ના...ના ગુરુદેવ હવે હું એ શેરીઓમાં ગિલ્લીડંડા પર સટ્ટા રમાડતો પપ્પુ નથી રહ્યો. હવે આ આપના પપ્પુ નુ નામ લોકો એ પપ્પુ રોલર પાડ્યુ છે. હવે તો હું પણ આપની જેમ મોટો થઇ ગયો છુ. મારે પણ હવે આપની જેમ થોડા થોડા દિવસે ઓફીસોના સરનામા બદલવા પડે છે લોકો 5 કરોડ માંગે છે !!! મારી પાસે!!!.....કેમ ખુશ થયા ને ગુરુદેવ..???...હા પાર્ટી આપીશ ચીંતા ના કરશો. પણ અત્યારે નઇ બાર મહિના પછી લોકો એમના પૈસા ભુલી જાય ત્યારે..ગુરુદેવ ૫૦ લાખની તમારી પણ ટોપી મે ફેરવી છે પણ તમે મને માફ કર્યો એ આપની મહાનતા છે શું કરું ગુરુદેવ આદતથી મજબુર છું.

guru-purnima

સગા સબંધી ભાઇ કાકા મામા ..કોઇ ને પણ છોડ્યા નથી બધાના રોલ કરી નાખ્યા ગુરુદેવ. રોલ કરવાની શરૂઆત મેં પપ્પાથી કરી તી.. પેલ્લો રોલ મારા પપ્પાનો કરેલો ગુરુદેવ... અને આજે આપના આશીર્વાદથી બજારમાં ખુબ સારુ નામ કર્યુ છે. આ વખતની આઇપીએલમાં મારા હુકમના બે એક્કા રમવાના છે તમારે દાવ મારવો હોય તો મને જણાવજો. સાથે પાર્સલમાં તમારા માટે આ વખતની આઇપીએલની કમાણીમાંથી ભેટ મોકલાવું છું.

ગયા વખતની ગુરુપુર્ણીમાના દિવસે મે આપને રીવોલ્વર ગીફ્ટમાં આપી હતી ને તમે એના બીજા જ દીવસે મારા જ લમણે ભરાવી તી એટલે આ વખતે એવી ભૂલ કરતો નથી..

આપના હાથી જેવા મહાકાય સટ્ટા બિઝનેસનો કીડી જેવો કણ...

આપનો પપ્પુ
લી. પપ્પુ રોલર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X