કંઇક આવું હોય છે હારી ગયેલા નેતાનું મતદારોને સંબોધન
મારી આંખોમાં ખટકેલા....., મારા મતદારો !!!!
મતો નો મિસયુઝ કરી તમે મને હરાવ્યો....
અફસોસ નથી કે હુ ના આવ્યો...
પરંતુ દાઝ એ લાગી કે મારો વિરોધી ફાવ્યો....!!!
ફ્લોપ પિક્ચર ના ફાટેલા પોસ્ટરો..., મને બરબાદ કરનાર ગેંગસ્ટરો...,
દૂર થી સુંદર લાગતા ધતુરા ના ફુલો, ઉપરવાળા ની મોટા મા મોટી ભુલો
મારી આ દશા લાવી....તમને દયા પણ ના આવી....??????
મારી જિંદગી ના ખલનાયકો..., મારો બગાડી નાખ્યો દાયકો,
સર્કસના ભુખ્યા જાનવરો..., બગડેલા બાજીગરો...!!!
મને ક્યાંય નો ના રાખ્યો,...ટોચ પર પહોંચાડી પાછો ભોંય નાખ્યો....!!!
જો કહેતે થે નેતાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ
મુઝે હરાને મે આજ ઉનકા સબસે બડા હાથ હૈ......!!!
ઝેરી ઘાસ ના મેદાનો..!!!અક્કલ વગરના નાદાનો!!
હું નથી રહેવાનો હવે છાનો....તમે મને માનો કે ના માનો.....બુલંદ છે મારા અરમાનો...!!!
મારી જીંદગીમા ભલે ભરી તમે નિરાશા પણ હજુ મારા મનમા છે મિનિસ્ટર ની આશા...!!!!
તમે ભલે મને નકામો કેતા....પણ હુ જ બનીશ મોટો નેતા...!!!!
જે દી મિનિસ્ટર બનીશ...તમારી તો હાલત ખરાબ કરીશ...!!!!
કામ પડે તો કે તા નઇ ને મારું નામ લેતા નઇ....!!!!
તમે મારા મતદારો નઇ ને હુ તમારો નેતા નઇ
કોણી બરાબર રામ રામ તમારા મતવિસ્તાર ને....!!!!













Click it and Unblock the Notifications
