ઇલેક્શનની વાત જ કઇંક ઔર છે ભાઇ...!

કોંગ્રેસ વાળા એ કહ્યું અરે ભાઇ એના માટે તો અમે એફ.ડી.આઇ લાવવાના છીએ અને એમ છતાંય જો સંતોષ ના ના હોય તો ચુલો સાથે મફત બસ ખુશ અમારે ક્યાં અત્યારે કાંઇ આપવુ છે જાહેરાત કરવામાં શું કામ પાછા પડવું પણ હવે બાટલા ની માથાકુટ મુકો. રાહુલ ગાંધી બોલ્યા કે મોબાઇલ ટેક્નોલોજી અમે આવ્યાં છીએ તો નરેન્દ્ર મોદી બોલ્યા કે વીજળી વગર તમારા મોબાઇલ શું કામના એને ચાર્જ કરવા તો વીજળી ની જરૂર પડે ને ગામે ગામ વીજળી તો અમે પહોંચાડી છે.
વાત મજાની છે ને સાચે જ આ વખતની ચુંટણીનો ગરમાવો જબરદસ્ત છે અને એટલે જ કોઇ પણ વાત પ્રજા સમક્ષ મુકતાં પહેલાં બહુ ખબર રાખવી પડે નહીં તો હેરાનગતિ નો સામનો કરવો પડે. અરે કેટલાક નેતાજીઓ ને તો હેલીકોપ્ટરે હેરાન કર્યા સભા સ્થળે પહોંચવા હેલિકોપ્ટરમાં બેસે પણ હેલીકોપ્ટર એમને સભા સ્થળે ઉતારેજ નહીં યાંત્રિક ખામી થઇ છે એમ કહી ઉપર જ ફેરવે રાખે. બોલો હવે આને શું કહી શકાય કોઇ વિરોધી પક્ષ નો હાથ કે C.B.I. નો હાથ..??????? હા છેલ્લે યાંત્રિક ખામી પણ કહી શકાય પણ નેતાજી બિચારા શુ કરે કાંઇ સભા જીવ થી તો વધારે ઇમ્પોર્ટન્ટ નથીજ.!!!!
માનવુ પડે આમ તો નેતાજી કોઇ નુ માને નહીં ભલ ભલા ને મનાવી નાખે પણ એ ધરતી પર આકાશમાં નહીં આકાશમાં તો એમણે માનવુ જ પડે..પણ ભારે લોચા લાગી જાય હો ભાઇ.. હમણા ની જ વાત કરુ તો પાલનપુર ખાતે કેશુબાપા ના સ્વાગત માટે જી.પી.પી. ના કાર્યકરો એ તડામાર તૈયારી ઓ કરી નાંખી. ઠીક ટાઇમે બધા ગોઠવાઇ ગયા પણ ત્યાં તો સમાચાર આવ્યા કે બાપા નુ હેલિકોપ્ટર ઉપડતુ નથી !!!!!!
લો કરી લો વાત આ તો સારું થયુ કે એના પર કોઇ રાજકીય પક્ષ નુ લેબલ નહોતુ નહિ તો આ એક જબરદસ્ત રાજકીય મુદ્દો બની જાત. ખેર જે થયુ તે પણ આના લીધે કેશુબાપા નુ ટાઇમીંગ બગડ્યુ અને એ પણ હેલિકોપ્ટર ના લીધે. હવે આના વિશે બાપા એ બોલવુ પણ શું? પણ જો ત્યા સિદ્ધુ હાજર હોત તો તે બોલોત કે "ઠોકો તાળી".
રાજકારણ છે ભાઇ અરે એક નેતાજી એ તો કમાલ કરી નાખી એક ઉમેદવાર ના વિસ્તાર માટે લખાયેલુ ભાષણ બીજા ના મતવિસ્તાર ની સભામાં જઇ ને વાંચી ગયા. પબ્લીક પણ સાંભળે રહી. પબ્લીક ને એમ કે નવા સિમાંકન લાગુ કર્યા છે એટલે એના વિષે આપણા કરતા નેતાજી ને વધારે ખબર હોય એટલે કોઇ બોલ્યુ નહિ ને નેતાજી પ્રવચન પતાવી ને જત પણ રહ્યા. પાછળથી કોઇ કાર્યકર્તા એ નેતાજીનુ ધ્યાન દોર્યુ કે નેતાજી આપનાથી બફાઇ ગયુ. પણ નેતાજી ને ક્યાં પરવા છે..ચુંટણી છે ભાઇ......












Click it and Unblock the Notifications
