જોક્સ: અભણ કોને કહે છે ? Engineering કરેલું છે!
હસી હસીને લોટ પોટ થઇ જવું હોય તો વાંચો આ ગુજરાતી જોક્સ. જીએસટીથી લઇને એન્જિનિયર ટોપિક પર રસપ્રદ જોક્સ જાણો અહીં.
અમુક લોકો તો નાનપણ થી જ GST નો ઉપયોગ કરતાં તા.........
.
.
વસ્તુ લાવે 12 રૂપિયા ની ને ઘેર કહે 15 રૂપિયા...............
-----------
ટ્રેનમાં....
પિતાએ ખારી સીંગ વેચી રહેલા યુવક સામે આંગળી ચીંધી પુત્રને કહ્યુ,
"ભણીશ નહી તો આ અભણની જેમ સીંગ વેચવી પડશે!"
ફેરિયો:"એય ડોહા.... અભણ કોને કહે છે ? Engineering કરેલું છે ! "

ચીને પાછી ધમકી આપી છે
જો ભારત સીમા પરથી સેના નહી હટાવેતો યુદ્ધ નક્કી છે
આના પર ભારતે સખત શબ્દોમા કીધુ છે
કે હવે જે થાય ઇ બધુ ગણપતિ પછી...!!!
------------
ખબર નઈ...
માણસો પોતાનો સાચો પ્રેમ
કેવી રીતે ગોતી લેતાં હોય છે.
અમુકને તો
સેલો ટેપ નો છેડો પણ જડતો નથી...












Click it and Unblock the Notifications
