500 અને 1000 રૂપિયાની નોટ પર વાંચો ગુજરાતી જોક્સ

Posted By:
Subscribe to Oneindia News

આજે પહેલીવાર ઘરની બહાર નિકળતા બૈરીને સો રૂપિયાની નોટ આપી તો ખુશ થઇ ગઇ..
.
.
નહીતર હજારની નોટમાય મોઢુ બગાડતી
----

બેંકની લાઈનમાં ઉભા ઉભા શું કરવું?
૧. ઘરે થી બિસ્કિટ, થેપલાના અથાણું નાખેલા રોલ એક ડબ્બા લઇ જવા અને પાણીની બોટલ ખાસ ન ભૂલવી.
૨. અન્ય એક મિત્ર કે સાથે લઇ જવો જરૂરી છે કારણ કે આટલું પાણી પી અને ખાઇને જો કુદરતી હાજતે જવું પડે તો કોઇ લાઇનમાં ઊભુ રહેવા માટે પણ જોઇએને.
૩. છોકરીઓ નેઈલ પોલિશ, મેહદી નાં કોન પણ લઇ જઈ શકે છે. મોબાઇલમાં જીયોનો ફોન હશે તો ફ્રી ટાઇમપાસ પણ થઇ જશે.

jokes

૪. સ્માર્ટફોનમાં ગેમ ડાઉનલોડ કરીને લઇ જવી લેવલ પાર કરવામાં ધ્યાન આપી શકાય (નોધ : પોકેમોન પકડવા વાળી ગેમનાં રમવી લાઈનમાં થી નંબર જતો રેહશે )
૫. ખાસ કરીને પરફ્યૂમ છાંટીને જવું. જેથી કરીને લાઇનમાં ઊભેલા લોકોને કોઇ જાતની તકલીફ ના પડે.
૬. વોટ્સએપ નાં મોટા મોટા મેસેજ લોકો પાસેથી મંગાવી ને જવું વાંચવાનો શોખ હોય તો આરામથી વાંચી શકાય
૭. લાઈનમાં પાકીટ ચોરી થવાની ચિંતા નહીં કરવી. અને ફોર્મ ભરવા પેન ઘરેથી ખાસ લઇ જવી.
૮ મેળા જેવું વાતાવરણ હશે તો જો તમે અપરણીત હો તો સારા તૈયાર થઈને જવું. શેટિંગ થઇ શકે છે.
9. મોબાઇલમાં સારા ગીતો કે પછી ફિલ્મ ડાઉનલોડ કરીને જવી. અને પોતે જોતા હોય તો આજુ બાજુ વાળાને પણ જોવાનો થોડો લાભ આપવો. જેથી સોહાર્દનું વાતાવરણ બની રહે....

-----

સાંભળ્યું છે કે નોટ બદલાતા અન્ના હજારે પણ વિચાર કરી રહ્યા છે તે તેમનું નામ બદલીને
.
.
.
અન્ના બેહાજે કરી દે.

English summary
Funny gujarati jokes on 500 and 1000 rs note. Read here.
Please Wait while comments are loading...