જોક્સ: પપ્પુ ઝાડ પર ઊંધો લટક્યો હતો.
પપ્પુ ઝાડ પર ઊંધો લટક્યો હતો.
.
.
ચીકુ- તું ઊંધો કેમ લટક્યો છે?
પપ્પુ- માથુ દુખવાની દવા લીધી છે ભૂલથી પેટમાં ના જતી રહે માટે...!!!
----------
અમેરીકન:- અમારે ત્યાં દરેક જમણી બાજુ ગાડી ચલાવે, તમારે ત્યાં ?
.
.
.
ભારતીય :- અમારે ત્યાં ... સામે વાળો કંઈ બાજુ થી આવે તે પ્રમાણે !!!

ટીચર:- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
ચિંટૂ:- સમજદાર.
ટીચર:- સરસ... અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
ચીકી:- બોયફ્રેન્ડ !!!
--------
એક ભાઈ (સંબંધી સાથે ફોન પર) - 'હલ્લો...હા આપણે મહેશનું નક્કી કર્યુ છે...'
સંબંધી - 'અરે વાહ... સરસ... કેવા છે સામે વાળા લોકો...?'
ભાઈ - 'એકદમ આપણાં જેવા...'
સંબંધી - 'લે, તો પણ કર્યું?'












Click it and Unblock the Notifications
