જોક્સ: એકવાર પતિ અને પત્નીમાં ઝગડો થઇ રહ્યો હતો
લોકો દુનિયા સામે ગમે એટલી સ્ટાઈલ મારે
.
.
પરંતુ જયારે ઘરે કેરીની ગોટલી ખાઈ છે ત્યારે કોઈ આદિમાનવથી ઓછા નથી લાગતા
--------------------------------------------------
એકવાર પતિ અને પત્નીમાં ઝગડો થઇ રહ્યો હતો
પતિએ ગુસ્સામાં કહ્યું કે જો હવે તું એક શબ્દ પણ વધારે બોલી છે તો મારી અંદરનો જાનવર જાગી જશે..
પત્નીએ કહ્યું કે જાગવા દો તમારા અંદરના જાનવરને એમ પણ ઉંદરથી શું બીક?

પત્નીએ તેના પતિને કહ્યું કે તમે લગ્ન પછી બદલાઈ ગયા છો..
પતિએ કહ્યું કે મેં તો તને પહેલાથી જ કહ્યું હતું કે મને પરિણીત મહિલાઓમાં કોઈ જ રસ નથી..
-----------------------------------------------------
ગાડી સાથે અથડાઈને કબુતર બેભાન થઇ ગયું..
એક માણસ તેને ઉઠાવીને ઘરે લઇ આવ્યો અને પીંજરામાં પૂરી દીધું..
કબુતર ભાનમાં આવ્યું અને બોલ્યું કે "સાલું આ તો જેલ થઇ ગઈ, લાગે છે કે ગાડી વાળો મરી ગયો"












Click it and Unblock the Notifications
