જોક્સ: શિક્ષકે બકાને લાફો માર્યો...
બકોના શિક્ષકે બકાને લાફો માર્યો... કેમ કે પરીક્ષાપત્રમાં તેણે આ કર્યું...
સવાલ- ટીપુ સુલ્તાન કઇ લડાઇમાં મૃત્યુ પામ્યો હતો?
બકો- તેની છેલ્લી લડાઇમાં!
સવાલ- ભારતની આઝાદીના ધોષણાપત્રના હસ્તાક્ષર ક્યાં થયા હતા?
બકો- પત્રના નીચેના ભાગમાં!
સવાલ- તલાક થવાનું મુખ્ય કારણ શું છે?
બકો- લગ્ન!
સવાલ- મહાત્મા ગાંધીનો જન્મ ક્યા દિવસે થયો હતો?
બકો- તેમના જન્મદિવસ પર!
સવાલ- કેવી રીતે 8 કેરીને 6 લોકોમાં વેંચશો?
બકો- મિલ્કશેક બનાવીને!
સવાલ- ભારતમાં ક્યાં સૌથી વધુ બરફ પડે છે?
.
.
.
બકો- દારૂના ગ્લાસમાં!!

પાકિસ્તાનના રક્ષામંત્રી અફધાનિસ્તાન ગયા. જ્યાં તેમનું સ્વાગત અફધાનિસ્તાનના ભૂતપૂર્વ પોર્ટ અને શિપિંગ પ્રધાને કર્યું.
પાકિસ્તાન અધિકારી- અફધાનિસ્તાનમાં તો કોઇ દરિયો છે જ નહીં! તો તમે પોર્ટ અને શિપિંગના પ્રધાન કેવી રીતે થયા???
અફધાનિસ્તાનનો અધિકારી- વલ્લાહ યા હબીબ! તો પાકિસ્તાનમાં પણ ક્યાં લો એન્ડ ઓર્ડર છે!!!












Click it and Unblock the Notifications
