જોક્સ: શહેરોની ઓળખ કદી આ રીતે કરી છે?
લગ્ન એટલે
રોડ પર સીટી મારો તો છોકરો
.
.
.
કૂકરની સીટીઓ ગણતો થઇ જાય તે....!!!!
-----------
શહેરોની ઓળખ કદી આ રીતે કરી છે...વાંચો....
બે માણસો ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ આવે છે.
તેને જુએ છે અને ચૂપચાપ ચાલ્યો જાય છે. તો આ...
'ગાંધીનગર' છે.

**********
બે માણસો ઝઘડી રહ્યા છે,
એક વ્યક્તિ પોતાના ઘરમાંથી બૂમ પાડીને કહે છે,
'મારા ઘરની આગળ ઝધડો નહિ, બીજી જગ્યાએ જાઓ'
તો આ... 'વડોદરા' છે.
**********
બે માણસો ઝઘડી રહ્યા છે, જોવા માટે ભીડ જામે
અને
વ્યક્તિ ચા/કચોરી/પાન ની દુકાન લગાવી દે તો આ...
'સુરત' છે.
**********
અને જો..
બે માણસો ઝઘડી રહ્યા છે અને તે બંનેની લડાઈમાં
કોઈ ત્રીજોજ મારીને ચાલ્યો જાય છે તો પછી
સમજી લેવું કે 'અમદાવાદ' માં તમારું સ્વાગત છે.












Click it and Unblock the Notifications
