ખેડૂત અને પતિમાં શું સમાનતા?
વાઇફ સાથે વાદ વિવાદ કરવો અને કોઇ સોફ્ટવેરના લાઇસન્સ એગ્રેમેન્ટને વાંચવા વચ્ચે શું છે સમાનતા??
.
.
.
અંતમાં બધુ જ ઇગ્નોર કરીને તમે ક્લિક કરો છો
"I Agree".
------
ખેડૂત અને પતિમાં શું સમાનતા?
.
.
.
ખેડૂત પાસે Agri-culture છે
અને પતિ પાસે Agree-culture

એક વાર એક પત્નીએ તેના પતિને પૂછ્યું "હું તમને ચાર દિવસ ના દેખાવું તો તમને ગમે?"
પતિ અતિશય હરખપુદડો થઇ ગયો અને ખુશીને ખુશીમાં તેનાથી ભૂલથી બોલાઇ ગયું "બહુ ગમે"
પછી તો પત્ની એક દિવસના દેખાઇ
બે દિવસ ના દેખાઇ
ત્રણ દિવસ ના દેખાય
ચોથા દિવસે આંખોના સોજા ઓછા થયા ત્યારે માંડ માંડ દેખાઇ.
---
પપ્પા- અમારા જમનામાં અમે 1 રૂપિયામાં શાક, દૂધ અને છાશ લઇ આવતા હતા
પિંટૂ- પણ એ જમાનામાં બધે સી.સી.ટીવી કેમેરા નહતા ને
પપ્પા બેભાન
----
લગ્ન એક એવો બનાવ છે જેમાં
મુરતિયો બેચલરની ડિગ્રી ગુમાવે છે
અને કન્યા માસ્ટર્સની ડિગ્રી મેળવે છે.












Click it and Unblock the Notifications
