પવન બંસલ કે પવન દેવ...????? રેલની રામાયણ

મહાદેવ બોલ્યા: અરે આ શું છે બધુ ગાડીઓ બજેટ.. હમણાં થોડીવાર પહેલાં પણ કોઇ આવ્યું હતું ને તમારી જેમ જ મને ફરીયાદ કરી હતી. ઠીક છે બોલાવો પવનદેવને હમણાં ખબર લઇ લઉ છું.
નંદી તરત જ પવનદેવ ને બોલાવી લાવે છે .પવનદેવ હાંફળા ફાંફળા મહાદેવ આગળ પ્રગટ થયા ને હાથ જોડી ખુબ જ વિનમ્રતાથી બોલ્યા શું સેવા છે પ્રભુ મને કેમ યાદ કર્યો...??
મહાદેવ બોલ્યા પવનદેવ આજ કાલ તમારી ફરીયાદો બહુ આવે છે આ શુ છે બધુ બજેટ વજેટ ને રેલ બેલ આખા ભારતમાં તમારા નામ ની રાડ ઉઠી છે. કેટલાય લોકો ની ફરીયાદ આવે છે કે અમારા ઘરના બજેટ ટુટી ગયા તમારા લીધે.. જવાબ આપો જલદી મને તમે એવુ તો શુ કર્યુ છે....?? આ ભગવાન તિરુપતી ખુદ આવ્યા છે તમારી ફરીયાદ લઇને..!
પવનદેવ: ના પ્રભુ ના આ બધા મા મારો કોઇ હાથ નથી. અરે આફ્ટર ઓલ હું તો અત્યારે ત્યાં જતા પણ ડરું છું.. આ બધા ષડયંત્રમાં તો હુ નહીં પણ પવનકુમાર બંસલ છે અને એ અત્યારે રેલ મંત્રી છે એટલે આ બધા રાડા એના નામના જ છે.
મહાદેવ: તો પછી બોલાવો એને. નંદી જાઓ પૃથ્વી પરથી પવનકુમાર બંસલ ને બોલાવો..ત્યાં જ નારદજી પધારે છે
નારદ: નારાયણ ,નારાયણ ઉભા રહો નંદી જતા નહીં ,મહાદેવ તમે નંદીને મોકલો છો પણ પવનકુમાર અહીં આવશે નહીં..
મહાદેવ: કેમ નહીં માને ?
નારદ : પ્રભુ કારણ કે એ મહાદેવનું નહીં પણ મહાદેવીનું માને છે
મહાદેવ: ઠીક છે નંદી તો એને જઇ ને કહેજો કે પાર્વતીજી બોલાવે છે....
નારદ: નારાયણ નારાયણ ..ના પ્રભુ ના તમે હજુ સુધી ના સમજ્યા હુ કૈલાશના મહાદેવીની વાત નથી કરતો. હું તો બંગાળના મહાદેવીની વાત કરું છું.
મહાદેવ: સ્પષ્ટ બોલો ને નારદ !!!
નારદ : પ્રભુ હું મમતાદેવીની વાત કરું છું પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી આ બંસલ નામના રમકડાને ચાવી આજ મહાદેવી ભરે છે. અને પછી બધી ગાડીઓ ચાલે છે માટે જ પ્રભુ ગાડી માટે તો તમારે મમતાદેવી ને જ મળવું પડશે.
મહાદેવ બોલ્યા ના ભાઇ ના નારદ એ નહીં બને. હું વળી એ દેવી ને મનાવા જઇશ તો મારી ઘરવાળી દેવી રીસાઇ જશે એના કરતા જવા દો ને... અને હા જે કોઇને મુસાફરીમાં તકલીફ પડે તે મારો નંદી લઇ જજો પણ હવે બધી માથાકુટ મુકો... અને બધા એ સમુહમાં જય બોલાવી બોલો હર..હર..મહાદેવ......હર...!












Click it and Unblock the Notifications
