પ્રેમની શોધ ચીનમાં થઇ હશે કારણ કે...

ચંદુ અને મંદુ બેઠા હતા. પ્રેમનો ટોપિક છેડાયો. પ્રેમમાં નિષ્ફળ ચંદુએ મંદુને કહ્યું "તું જાણે છે કે પ્રેમની શોધ ક્યાં થઇ હતી?"
મંદુ : હા મને ખબર છે
ચંદુ : ક્યાં થઇ હતી?
મંદુ : પ્રેમની શોધ ચીનમાં થઇ હતી.
ચંદુ : તું એવું કેવી રીતે કહી શકે?
મંદુ : કારણ કે એટલે જ તો પ્રેમમાં વોરંટી જેવું કશું હોતું નથી.
...........................................................................
એક વાર ધીરુભાઈને મુકેશભાઈનું કામ પડ્યું.
ધીરુભાઈ એ તો મુકેશભાઈને ફોન જોડ્યો. રિંગ વાગી એટલે...
ધીરુભાઈ : હેલ્લો! હું ધીરુ બોલું છુ.
મુકેશભાઈ : તો ફાસ્ટ બોલ ને!
...........................................................................
એક વાર ભગવાન વિષ્ણુ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવવા ગયા.
ભગવાનને સાક્ષાત આવેલા જોઇ પેટ્રોલ પમ્પવાળા અશ્ચર્યચકિત થઇ ગયા...
અને બોલવા લાગ્યા...
ભગવાન વીસનું, ભગવાન વીસનું...
આ સાંભળીને ભગવાન બોલ્યા ના બેટા ૩૦નું ભર...
............................................................................................
એક વાર ત્રણ દેશના લોકો ભેગા થયા અને ત્યારે જ પૈસા નો વરસાદ થયો.
આકાશમાંથી પૈસાનો વરસાદ જોઇને બધા ખુશ તો થયો પણ વાત આવી તેના પર હક્ક જમાવવાની...
અમેરિકાવાળાએ એક મોટું ચક્કર બનાવ્યું ને બોલ્યો આની અંદર પૈસા પડે તેટલા મારા...
ઇંગ્લેન્ડવાળા એનાથીય મોટું ચક્કર બનાવ્યું ને બોલ્યો આની અંદર પૈસા પડે તેટલા મારા...
છેલ્લે ભારતીયનો નંબર આવ્યો. તેણે એક નાનું ટપકું બનાવ્યું અને કહ્યું, આની બહાર જેટલા પૈસા પડે તેટલા મારા...












Click it and Unblock the Notifications
