જોક્સ: ગુજરાતી ફની હેલ્લો ટ્યૂન
ઘરની બેલ વાગી, મકાન માલિકે દરવાજો ખોલ્યો જોયું તો હાલમાં જ ડાઇવોર્સ થયેલી તેની પડોશી મહિલા ઊભી હતી.
મહિલા- મને એકલું લાગે છે, મારે બહાર જવું છે, મસ્તી કરવી છે, પાર્ટી કરવી છે, શું તમે આજે રાતના ફ્રી છો?
મકાન માલિકા- હા, કેમ નહીં એકદમ ફ્રી છું
મહિલા- સરસ, તો મારા બાળકોનું જરા ધ્યાન રાખજો ને...
---------
ઉનાળું વેકેશન સ્પેશ્યલ
સંતા- યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો. કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો. આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.
બંતા- તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?
સંતા- ના યાર, સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છે અને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.

ગુજરાતી ફની હેલ્લો ટ્યૂન
"તમે જે વ્યક્તિને ફોન કરી રહ્યા છો તે વ્યક્તિ હાલ માવો ખાઇ રહ્યો છે. કૃપયા તેના થૂંકવા સુધી પ્રતિક્ષા કરો."
-----
એક પતિએ તેની ગર્ભવતી પત્નીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ ફોન કર્યો પણ ભૂલથી તેણે ક્રિકેટ સ્ટેડિયમનો નંબર લગાવી દીધો.
પતિ- શું સ્થિતિ છે હાલ?
સામેથી જવાબ મળ્યો
સારું છે, ત્રણ બહાર છે અને લંચ સુધી બાકીના 7 પણ બહાર આવી જશે તેવું લાગે છે.
------
મહેશ ભટ્ટ- પેટ્રોલના ભાવ વધી ગયા
આલિયા- તો બંધ કરી દોને ક્રાઇમ પેટ્રોલ દેખવાનું સાવધાન ઇન્ડિયા જુઓ.












Click it and Unblock the Notifications
