બોલીવૂડનું ફેવરેટ બન્યું અમદાવાદ, અક્ષય કુમારએ કર્યું પ્રમોશન

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડના સુપર સ્ટાર અક્ષય કુમાર તેમની આવનારી ફિલ્મ જોલી એલએલબી2નું પ્રમોશન કરવા માટે હિરોઇન હુમા કુરેશી સાથે ગુરુવારે અમદાવાદ આવ્યો હતો. સુભાષ કપૂર નિર્દેશિત ફિલ્મ જોલી એલએલબી2 એક કોમેડિ ડ્રામા ફિલ્મ છે. વકીલાત પર આધારીત આ ફિલ્મ કોમેડી સાથે એક સોશ્યલ મેસેજ પણ આપી જાય છે. ત્યારે 10મી ફેબ્રુઆરીએ આ ફિલ્મ ભારતભરના થિયેટરોમાં રજૂ થવાની છે. ત્યારે અમદાવાદ આવીને હુમા અને અક્ષય કુમારે આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

akshay

નોંધનીય છે કે બુધવારે જ સુપર સ્ટાર શાહરૂખ ખાન તેને ફિલ્મ રઈસના પ્રમોશન માટે અમદાવાદ પધાર્યા હતા. વડોદરાના અકસ્માત અને ગુજરાતના બુટેગર પર આશિંક રીતે આધારીત આ ફિલ્મનો એક બાજુ જ્યાં ગુજરાતમાં વીએચપી અને બજરંગદળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં જ કિંગ ખાનની હાજરીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઇવેન્ટમાં શાહરૂખ ખાને લૂંગી ડાન્સ પર ઠુમકા પણ માર્યા હતા.

film

ત્યારે એક વાત તે પણ ધ્યાન આપવા જેવી છે કે આજકાલ કોઇ પણ મોટી ફિલ્મ રિલિઝ થાય છે તે પહેલા કે પછી બોલીવૂડ સ્ટાર્સ તેના પ્રમોશન માટે ગુજરાતની મુલાકાતે ખાસ આવે છે. જે જોતા લાગી રહ્યું છે કે ફિલ્મી પ્રમોશન માટે ગુજરાત બોલીવૂડનું લોકપ્રિય ડેસ્ટિનેશન બની રહ્યું છે.

English summary
Akshay Kumar and Huma Qureshi promote their film Jolly LLB 2 In Ahmedabad.
Please Wait while comments are loading...