For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સો વરસનું ભારતીય સિનેમા : રાજા હરિશ્ચંદ્રથી બૉમ્બે ટૉકીઝ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 મે : ભારતીય સિનેમાએ આજે પોતાના 100 વર્ષ પૂર્ણ કર્યાં છે. બ્લૅક એન્ડ વ્હાઇટ એટલે કે શ્વેત-શ્યામ ફિલ્મથી શરુઆત કરનાર ભારતીય સિનેમાએ પોતાની સો વરસની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 1913માં નિર્મિત પ્રથમ મૂક ફિલ્મ રાજા હરિશ્ચંદ્રથી શરુઆત કરનાર ભારતીય સિનેમાની સો વરસની સફરમાં વધુ એક ઐતિહાસિક ફિલ્મ બૉમ્બે ટૉકીઝ જોડાઈ ગઈ.

indiancinema

સો વરસની સફરમાં હિન્દી સિનેમાએ અનેક તબક્કાઓ જોયાં અને પડકારોનો સામનો કર્યો. જ્યારે ભારતીય સિનેમાની શરુઆત થઈ, ત્યારે ફિલ્મોમાં કામ કરવું યોગ્ય ગણાતું નહોતું. ધુંદીરાજ ગોવિંદ ફાળકે એટલે કે દાદાસાહેબ ફાળકેએ 1913માં રાજા હરિશ્ચંદ્ર ફિલ્મનું નિર્માણ કર્યું. રાજા હરિશ્ચંદ્ર ઉપર આધારિત આ ફિલ્મ મૂક હતી. આ ફિલ્મ 3જી મે, 1913ના રોજ રિલીઝ થઈ હતી.

રાજા હરિશ્ચંદ્ર બાદ પણ 1930 સુધી લગભગ 1300 મૂક ફિલ્મો બનાવવામાં આવી. 1931માં અર્દેશિર ઈરાનીના દિગ્દર્શન હેઠળ પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરામ બની. આ ફિલ્મે ભારતીય સિનેમાને અવાજ આપ્યો કે જે આજે પણ પરાકાષ્ઠાએ છે. 1937માં મોતી ગિડવાની દિગ્દર્શિત કિસાન કન્યા ફિલ્મ પ્રથમ રંગીન ફિલ્મ હતી. તેનું નિર્માણ પણ અર્દેશિર ઈરાનીએ કર્યુ હતું. રંગીન ફિલ્મોનો શરૂ થયેલો આ દોર આજે બૉલીવુડ તરીકે ઓળખાતાં ભારતીય સિનેમામાં ટેક્નોલૉજીની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે.

આમ જોવા જઇએ તો ભારતીય સિનેમાની સો વરસની સફરમાં રાજા હરિશ્ચંદ્ર, આલમ આરા, કિસાન કન્યા જેવી ફિલ્મો પડાવ સમાન હતી અને તેમાં કરણ જૌહરની બૉમ્બે ટૉકીઝનો ઉમેરો થયો એમ કહી શકાય.

English summary
Indian Cinema completed of his 100 years of journey today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X