• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Trouble : સાક્ષીએ કહ્યું, ‘સલમાન જ ચલાવતા હતાં કાર’

|

મુંબઈ, 9 ઑક્ટોબર : આવનારા દિવસો સલમાન ખાન માટે મુશ્કેલી ભર્યા હોઈ શકે છે, કારણ કે સમાચાર આવી રહ્યા છે કે હિટ એન્ડ રન કેસમાં એક સાક્ષીએ સલમાન વિરુદ્ધ મહત્વની ગવાહી આપતા કહ્યું છે કે એક્સિડંટ વખતે સલમાન ખાન જ ગાડી ચલાવી રહ્યા હતાં.

મુંબઈ સત્ર અદાલતમાં ગુરુવારના રોજ સુનાવણી દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે હોટેલ જે ડબ્લ્યુ મૅરિયટમાંથી બહાર નિકળતા કાર ડ્રાઇવિંગ સીટ પર સલમાન ખાન જ બેઠેલા હતાં અને તેમણે તેને ટિપ તરીકે 500 રુપિયા આપ્યા હતાં. જોકે સાક્ષીએ એ ખુલાસો નથી કર્યો કે સલમાન ખાન નશામાં હતાં કે કેમ, પણ તેણે દાવો કર્યો કે કાર સલમાન જ ચલાવતા હતાં.

સાક્ષીના આ નિવેદનમાં દખલ આપતા સલમાનના વકીલે કહ્યું કે કારના પાર્કિંગ ટૅગથી જ જાણી શકાય કે કાર ક્યારે આવી, ક્યારે ગઈ, કોણ તેને ડ્રાઇવ કરી લાવ્યું અને કોણ લઈ ગયું. આ તપાસથી સ્પષ્ટ થઈ જશે કે કોણ સાચુ બોલી રહ્યુ છે અને કોણ ખોટું.

આ અગાઉ પણ સુનવણી દરમિયાન બે સાક્ષીઓએ અદાલતમાં કહ્યુ હતું કે સલમાન ખાન બનાવ વખતે હાજર હતાં. 2002માં શરૂ થયેલ કોર્ટ કેસ અત્યાર સુધી ચાલી રહ્યો છે. ડિસેમ્બર, 2012માં સલમાન ખાન સામે બિનઇરાદાપૂર્વક હત્યાનો આરોપ મૂકાયો હતો અને કોર્ટે સલમાનને સાક્ષીઓની ઉલટતપાસ કરવાની તક નહોતી આપી. 28મી એપ્રિલ, 2014ના રોજ ફરીથી મુંબઈ સેંશન કોર્ટમાં શરૂ થયેલ સુનાવણી દરમિયાન પ્રથમ ગવાબ સાંહા ગૌડાએ કહ્યું કે ઘટનાના દિવસે 28મી સપ્ટેમ્બર, 2002ના રોજ જ તેમણે ઘટનાસ્થળ પર મળેલી તમામ સામગ્રીઓ જમા કરી તેનુ પંચનામુ તૈયાર કરાવ્યુ હતું. હાલ સલમાનની ઓળખ થયા બાદ સલમાનના પરિવારજનો તથા તેના ફૅન્સ ચિંતિત છે કે હવે અદાલતનું આગળનું પગલુ શું હશે.

ચાલો તસવીરો સાથે જોઇએ સલમાન ખાન અને તેમની સાથે જોડાયેલા વિવાદો :

વિવેક સાથે ઝગડો

વિવેક સાથે ઝગડો

વિવેક ઓબેરૉયે 2003માં એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે ઐશ્વર્યા રાયના મુદ્દે સલમાન ખાને તેમને ફોન કરી હત્યાની ધમકી આપી.

પ્રિયંકા સાથે ઝગડો

પ્રિયંકા સાથે ઝગડો

કહે છે કે પ્રિયંકા ચોપરાએ 2009માં મૈં ઓર મિસિસ ખન્નામાં કૅમિયો રોલ કરવાની સલમાનની ઑફર ઠુકરાવતા સલમાન-પ્રિયંકા વચ્ચે ઝગડો થયો હતો.

સલમાન-સપના

સલમાન-સપના

સેલિબ્રિટી હૅર સ્ટાઇલિસ્ટ સપના ભાવનાણી બિગ બૉસ 6 દરમિયાન સલમાનને એક વુમૅન બીટર ગણાવી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

26/11 પર કૉમેંટ

26/11 પર કૉમેંટ

સલમાને એક પાકિસ્તાની ચૅનલને આપેલા ઇંટર્વ્યૂમાં જણાવ્યુ હતું - 26/11ના આતંકવાદી હુમલાને વધુ પડતી હાઈપ અપાઈ અને તેથી સંભ્રાંત લોકોને નિશાન બનાવવામાં આવ્યાં.

સલમાન-જ્હૉન ફાઇટ

સલમાન-જ્હૉન ફાઇટ

આ બાબત સ્પષ્ટ છે કે સલમાન ખાન અને જ્હૉન અબ્રાહમ વચ્ચે બધુ સારૂ નથી. રૉકસ્ટાર કૉન્સર્ટમાંથી પરત ફરતી વખતે બંને વચ્ચે વિવાદ થયો હતો.

પત્રકારો સાથે ઝગડો

પત્રકારો સાથે ઝગડો

સલમાનનો પારો બહુ જલ્દી ચઢી જાય છે અને તેઓ ઘણી વખત પત્રકારો સાથે બાઝી પડે છે.

સલમાન-હૃતિક

સલમાન-હૃતિક

હૃતિક રોશનની ફિલ્મ ગુઝારિશ અંગે વાંધાજનક કૉમેંટ કરી સલમાને વિવાદ ઊભો કર્યો હતો.

સલમાન-હિમેશ

સલમાન-હિમેશ

સલમાન ખાનના હિમેશ રેશમિયા સાથે મતભેદ ઉપસ્યા હતાં. હિમેશના કૅરિયરની સફળતામાં સલમાનનો મોટો હાથ છે. આમ છતાં બંને વચ્ચે વિવાદ થયો અને લાંબા સમય સુધી બંનેના રસ્તા જુદા જ રહ્યાં.

સલમાન-બંટી

સલમાન-બંટી

સલમાને બંટી વાલિયા સાથે પણ વિવાદ કર્યો હતો. જોકે સંજય દત્તના બિઝનેસ મૅનેજર અને ખાસ મિત્ર ધરમ ઓબેરૉયે હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્યો હતો.

સલમાન-એસએલબી

સલમાન-એસએલબી

સલમાન ખાને સંજય લીલા ભાનુશાળી અને તેમની ફિલ્મ ગુઝારિશ અંગે મજાક કરી હતી. એક નાની છોકરીએ સલમાનને ગુઝારિશ અંગે પૂછ્યું કે હાઉ ટુ મેક ઇટ બિગ ઇન શોબિઝ? સલમાને જવાબ આપ્યો - જાકે ઉસકો મિલો. વો તુમ્હારે પે પિક્ચર બના દેગા, ખુદ ખૂબ કમાયેગા, લેકિન તુમકો કુછ નહીં દેગા.

સલમાન-એસએલબી

સલમાન-એસએલબી

જ્યારે ઑડિયંસમાંથી કોઇકે ગુઝારિશ અંગે સલમાનનો અભિપ્રાય પૂછ્યો, તો સલમાને જવાબ આપ્યો - અરે, ઉસમે તો મક્ખી ઉડ રહી થી, લેકિન કોઈ મચ્છર ભી નહીં ગયા દેખને. અરે, કોઈ કુત્તા ભી નહીં ગયા.

સલમાન-ઐશ

સલમાન-ઐશ

સલમાન-ઐશ્વર્યા રાય વચ્ચે 1999માં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ દરમિયાન રોમાંસ શરૂ થયો અને 2002માં બ્રેક-અપ થઈ ગયું. ઐશે આરોપ લગાવ્યો કે સલમાને તેની ઉપર અત્યાચાર કર્યો.

હિટ એન્ડ રન

હિટ એન્ડ રન

2002માં સલમાન ખાન સામે દારૂ પીને કાર ચલાવી પાંચ લોકોને કચડી માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો અને હવે મુશ્કેલીઓ વધવાના પૂરા ચાંસિસ છે, કારણ કે આજે ફરી એક સાક્ષીએ કહ્યું કે એક્સિડંટ વખતે સલમાન કાર ચલાવતા હતાં.

કાળિયાર શિકાર

કાળિયાર શિકાર

હમ સાથ સાથ હૈં ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને સાથી કલાકારો સામે રાજસ્થાનમાં સુમરાસર તથા ભિરંડિયારા ગામોમાં કાળિયારના શિકારનો આરોપ મૂકવામાં આવ્યો.

સુપ્રીમમાંથી રાહત

સુપ્રીમમાંથી રાહત

સલમાન ખાનને કાળિયાર પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી.

હિટ એન્ડ રન કેસ

હિટ એન્ડ રન કેસ

સલમાને હિટ એન્ડ રન કેસમાં 17 દિવસની જેલ થઈ હતી.

સલમાન-કૅટ

સલમાન-કૅટ

કહે છે કે સલમાન અને કૅટરીના કૈફ મુંબઈમાં બાંદ્રા ખાતેના એક કૅફેમાં કૉફી પીવા ગયા હતાં. તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને સલમાને કૅટને તમાચો મારી દીધો. જોકે કૅટે આવો કોઈ બનાવ બન્યાનો ઇનકાર કર્યો હતો.

સલમાન-સુભાષ

સલમાન-સુભાષ

સલમાન-સુભાષ વચ્ચે વિવાદ શરૂ થયો સલમાનની ડેબ્યુ ફિલ્મ મૈંને પ્યાર કિયાથી. સુભાષ ઘઈએ મૈંને પ્યાર કિયા ફિલ્મ તથા સલમાન અંગે ખરાબ ટિપ્પણી કરી. જોકે પાછળથી સલમાન-સુભાષ વચ્ચે પૅચ-અપ થઈ ગયુ હતું.

સલમાન-માછીમાર

સલમાન-માછીમાર

એક માછીમારે સલમાન ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુશ્કેલી ત્યારે શરૂ થઈ કે જ્યારે સલમાને બાંદ્રા ખાતે મોટાપાયે પ્રોપર્ટી ખરીદી અને સલમાનના બૉડીગાર્ડે દરિયા કાંઠાના માછીમારોને કહ્યું કે તેમની માછલી પકડવાની જાળો સલમાનના બંગલેથી દરિયાને જોવામાં વિઘ્ન નાંખે છે.

સલમાન-ફોટોગ્રાફરો

સલમાન-ફોટોગ્રાફરો

થોડાક માસ અગાઉ જ સલમાન ખાન ફોટોગ્રાફરો સાથે પણ ઉલઝી પડ્યા હતાં.

English summary
In a set back to actor Salman in the 2002 hit and run case, a key witness has told a Mumbai Court that the actor was driving the car which mowed down several people in 2002.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more