For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં 43મો આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ શરૂ

|
Google Oneindia Gujarati News

પણજી, 20 નવેમ્બર : ગોવામાં આજે બહુચર્ચિત 3ડી ફિલ્મ લાઇફ ઑફ પાઇના પ્રદર્શન સાથે 43મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે આઈએફએફઆઈનો શુભારંભ થયો. એકેડેમી પુરસ્કાર વિજેતા આ ફિલ્મના દિગ્દર્શક આંગ લી છે. આ પ્રસંગે ફિલ્મના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Iffi & Life Of pi

પણજી ખાતે આવેલ કલા એકેડેમીમાં યોજાયેલ આ સમારંભમાં આંગ લી પણ હાજર રહેવાના હતાં, પરંતુ ન્યુયૉર્કમાં પોતાના કોઈ આંતરરાષ્ટ્રીય કામે વ્યસ્ત હોવાના પગલે તેઓ ભાગ લઈ શક્યા નહિં.

બૉલીવુડના અભિનેતા અક્ષય કુમારે આ સમારંભનું ઉદ્ઘાટન કર્યું. યાન માર્ટલની બુકર પ્રાઇઝ વિજેતા નવલકથા લાઇફ ઑફ પાઇ પર આધારિત આ ફિલ્મના પ્રદર્શન સાથે 43મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભ શરૂ થઈ ગયો છે. આ ફિલ્મનુ શુટિંગ મુખ્યત્વે ભારત અને તાઈવાન ખાતે થયું છે. ફિલ્મમાં ઇરફાન ખાન, તબ્બુ, રાફે સ્પાલ તેમજ જિયાર્ડ દેપારદિયુએ કામ કર્યું છે. સૂરજ શર્માએ આ ફિલ્મ વડે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો છે. મીરા નાયરની રિલેક્ટેંટ ફંડામેંટલિસ્ટ સમારંભના અંતે દર્શાવાશે.

ખાનાબદોશ સમુદાય ગોવલીના જીવન પર આધારિત કોંકણી ભાષાની ફિલ્મ દિગાંત સમારંભમાં એકમાત્ર ગોવાની ફિલ્મ છે. આ ફિલ્મ સાથે આશા છે કે તે દર્શકોનું સૌથી વધુ ધ્યાન ખેંચી શકશે.

English summary
43rd Internation Film Festival Of India inaugurated by bollywood actor Akshay Kumar in Goa today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X