#OMG: અક્ષય કુમારના ખાસ મિત્રએ કહ્યું, FOUL છે નેશનલ એવોર્ડ!

Written By:
Subscribe to Oneindia News

થોડા દિવસો પહેલા તો અક્ષય કુમાર અને એ.આર.મુરૂગાદોસ ખાસ મિત્રો હતા. મુરૂગાદોસ અક્ષય કુમાર સાથે ફિલ્મ કત્થીની રિમેક બનાવવા માંગતા હતા. તેઓ અક્ષય સાથે હોલિડે ફિલ્મ બનાવી ચૂક્યા છે અને હોલિડે 2 પ્લાન કરી રહ્યાં હતા. પરંતુ અચાનક તેમણે અક્ષય કુમારને મળેલ નેશનલ એવોર્ડ અંગે આવું નિવેદન કરતાં હવે તેમની મિત્રતા કેટલી બચશે તે અંગે સવાલો ઊભા થયા છે.

શું કહ્યું એ.આર.મુરૂગાદોસે?

શું કહ્યું એ.આર.મુરૂગાદોસે?

તેમણે કહ્યું છે કે, નેશનલ એવોર્ડમાં કેટલી ચીટિંગ થઇ તે સૌએ જોયું છે, આ એવોર્ડ્સની લિસ્ટ નિષ્પક્ષ નહોતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ નિર્ણયો સારા નથી. સૌએ ધીમા અવાજે એક જ વાત કહી છે, પ્રિયદર્શનનe નજીક હોવાને કારણે અક્ષયને આ એવોર્ડ મળ્યો છે.

અક્ષય કુમાર અને પ્રિયદર્શન

અક્ષય કુમાર અને પ્રિયદર્શન

પ્રિયદર્શન અક્ષય કુમારના ખાસ છે અને અક્ષય કુમાર તેમના. આ બંન્નેએ સાથે અનેક ફિલ્મો કરી છે. તેઓ આગામી પણ ઘણી ફિલ્મો સાથે પ્લાન કરી ચૂક્યાં છે. આવામાં નેશનલ એવોર્ડની જૂરીના ચેરપર્સન પ્રિયદર્શનની આગેવાની હેઠળ નક્કી કરાયેલા એવોર્ડમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં અક્ષયની જીત થતાં લોકોને ઝાટકો લાગ્યો છે. જો કે, એવોર્ડ ફંક્શનમાં વિનરના નામે વિવાદ થયો હોય, એવું આ પહેલીવાર નથી બન્યું.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

નેશનલ એવર્ડ્સમાં રૂસ્તમ અને એરલિફ્ટ એમ બંન્ને ફિલ્મોના પરિણામે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર અક્ષય કુમારને ગત વર્ષે એક પણ એવોર્ડ નહોતો મળ્યો. આ વાતનો સૌએ ખૂબ વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર પોતે પણ એવોર્ડ ફંક્શનમાં થતા પોલિટિક્સને કારણે ત્યાં જવાનું ટાળે છે.

કેટિરના કૈફ

કેટિરના કૈફ

ગત વર્ષે કેટરિના કૈફને સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ એનાયત થયો હતો. આ વાત બહુ ઓછા પચાવી શક્યા હતા. લોકોનું કહેવું હતું કે, કેટરિના આ એવોર્ડ માટે લાયક નથી. કેટરિના બોલિવૂડમાં અનેક ફિલ્મો કરી ચૂકી છે, પરંતુ બોલિવૂડમાં તેનું સ્થાન માત્ર એક રૂપાળા ચહેરા તરીકે છે. તે હજુ સુધી પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી શકી નથી.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

ફિલ્મ હમ તુમ માટે જ્યારે સૈફ અલી ખાનને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે પણ કંઇક આવો જ વિવાદ સર્જાયો હતો. તે વખતે સૈફ ઉપરાંત રેસમાં શાહરૂખ ખાન પણ હતા. સ્વેદસ અને વીર-ઝારા જેવી ફિલ્મો માટે શાહરૂખ ખાનને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનને ફિલ્મ દિલ્હી 6 માટે નહીં, પરંતુ તેના પ્રમોશન માટે એવોર્ડ મળ્યો હતો. જી હા, 12 કલાકની અંદર 7 શહેરોમાં પ્રમોશન કરવા બદલ અભિષેકને એવોર્ડ એનાયત થયો ત્યારે સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વળી કયો એવોર્ડ થયો?

બેસ્ટ જોડી

બેસ્ટ જોડી

વર્ષ 2011માં આવેલી ફિલ્મ રોકસ્ટાર માટે રણબીર કપૂર અને નરગિસ ફખરીને આઇફાનો હોટેસ્ટ જોડીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ નિશ્ચિત જ સુપરહિટ રહી હતી, પરંતુ તેમાં નરગિસ ફખરીના પર્ફોમન્સને મિશ્ર પ્રતિભાવો સાંપડ્યા હતા.

બિપાશા બાસુ અને ડિનો મોરિયા

બિપાશા બાસુ અને ડિનો મોરિયા

બિપાશા બાસુ અને ડિનો મોરિયાના મામલે પણ કંઇક આવું જ થયું હતું. આ બંન્નેને ઝી સિને તરફથી મોસ્ટ ડાયનામિક ડ્યુઓને એવોર્ડ મળ્યો હતો, ફિલ્મ રાઝ માટે. આ વાત ઘણાને પસંદ નહોતી પડી.

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

વર્ષ 2014માં રિલિઝ થયેલ ફિલ્મ કિકના સોન્ગ જુમ્મે કી રાત હે માટે જેકલિનને બિગ સ્ટાર મોસ્ટ એન્ટરટેઇનિંગ ડાન્સરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરાને વર્ષ 2015માં સ્ટારડસ્ટ સ્ટાઇલ આઇકોન ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વર્ષ દરમિયાન તેની કોઇ ખાસ ફિલ્મો નહોતી આવી, લોકોએ આ એવોર્ડની હાંસી ઉડાવતા એમ પણ કહ્યું હતું કે, તેને પોતાનું વજન ઓછું કરવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

English summary
A.R.Murugadoss expresses his displeasure over Akshay Kumar's National Award.
Please Wait while comments are loading...