1000 કરોડી મહાભારતની તૈયારી શરૂ- દ્રૌપદી દીપિકા, શ્રીકૃષ્ણ આમિર ખાન
દીપિકા પાદુકોણ અને આમિર ખાન છેવટે એક સાથે મોટા પરદા પર સાથે આવવા માટે તૈયાર છે.
દીપિકા પાદુકોણ અને આમિર ખાન છેવટે એક સાથે મોટા પરદા પર સાથે આવવા માટે તૈયાર છે. વાસ્તવમાં દીપિકા પાદુકોણ આમિર ખાનના ઘરે જોવા મળી અને તેની સાથે હતા પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર અને ડાયરેક્ટર વિક્રમાદિત્ય મોટવાની. દીપિકાએ જેવુ જોયુ કે કેમેરો તેને કેદ કરી રહ્યો છે તેણે તરત જ પોતાનું મોઢુ ઢાંકી લીધુ. હવે રિપોર્ટ્સની માનીએ તો આમિર ખાને દીપિકા પાદુકોણને પોતાની મેગા બજેટ મહાભારત માટે અપ્રોચ કરી હતી. આમિર ઈચ્છે છે કે તેમના મહાભારતમાં દીપિકા પાદુકોણ દ્રૌપદીની ભૂમિકા નિભાવે. આ મીટિંગ બાદ લાગી રહ્યુ છે કે આ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમિર માટે આ પ્રોજેક્ટ પર રિસર્ચ કરી રહ્યા છે સિક્રેટ સુપરસ્ટાર ડાયરેક્ટર અદ્વેત ચંદન.

કાસ્ટિંગ અંગે અફવાઓ
આમિર ખાનની મહાભારત માટે કાસ્ટિંગની ચર્ચાએ જોર પકડ્યુ છે. એક તરફ જ્યાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યુ છે. ત્યાં બીજી તરફ ફિલ્મની કાસ્ટિંગ અંગે અફવાઓ ઉડી રહી છે. સમાચારો હતા કે સલમાન ખાન ઘણા સમયથી એક મહાભારતમાં કામ કરવા ઈચ્છતો હતો. પરંતુ જ્યારે તેને ખબર પડી કે આમિર આવી ફિલ્મ પર કામ શરૂ કરી ચૂક્યા છે તેણે પોતે આમિરને ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
માનવામાં આવી રહ્યુ છે કે આમિર પોતાના ઠગ્ઝ ઓફ હિંદુસ્તાન કોસ્ટાર અમિતાભ બચ્ચનને ધૃતરાષ્ટ્રની ભૂમિકાની ઓફર કરી ચૂક્યા છે. જો કે અમે વિચારી છે બોલિવુડ મહાભારતની પરફેક્ટ કાસ્ટિંગ. તમારી પાસે કોઈ ઓપ્શન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો -

ભીષ્મ પિતામહ - અમિતાભ બચ્ચન
કોઈ પરિવારના મુખિયા અમિતાભથી બહેતર કોણ હોઈ શકે છે. જો કે હાલમાં સમાચારોની માનીએ તો તેમને ધૃતરાષ્ટ્રની ભૂમિકા ઓફર કરવામાં આવી છે.

ધૃતરાષ્ટ્ર - નવાઝુદ્દીન સિદ્દીકી
કારણકે બુઢ્ઢા લાચાર પરંતુ સિંહાસન પર બેસવા યોગ્ય રાજાની ભૂમિકામાં નવાઝુદ્દીન સિદ્દીકી પરફેક્ટ લાગશે.

ગાંધારી - રાધિકા આપ્ટે
નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેન કેમેસ્ટ્રી ‘માંઝી ધ માઉન્ટેન મેન' માં શાનદાર હતી અને તેને ફરીથી સાથે જોવાનું દર્શક પસંદ કરશે. લાચારની ભૂમિકામં રાધિકા આપ્ટેથી બહેતર કોઈ નથી લાગતુ.

યુધિષ્ઠિર - શાહરૂખ ખાન
શાહરૂખ ખાન માટે આ ભૂમિકા કમબેક સાબિત થઈ શકે છે.

ભીમ - સલમાન ખાન
જો કે સલમાનને કૃષ્ણ બનવુ છે પરંતુ હાલમાં તેની કદ કાઠી જે રીતે વધી ચૂકી છે તેનાથી બહેતર રોલ તેમના માટે ના હોઈ શકે.

અર્જૂન - ઋત્વિક રોશન
ઋત્વિક રોશ અર્જૂનની ભૂમિકામાં પરફેક્ટ લાગશે. ખાસ કરીને મહાભારતમાં સૌથી અલગ અને મહત્વની ભૂમિકા અર્જૂનની હતી.

નકુલ - સહદેવ - સુશાંત સિંહ રાજપૂત - રણબીર કપૂર
અમુકને લાગી શકે કે આ ભૂમિકા બહુ નાની હશે પરંતુ જ્યારે આટલી બ્લોકબસ્ટર કાસ્ટ હોય તો કદાચ જ કોઈ નાનામાં નાની ભૂમિકા છોડવા ઈચ્છશે.

કર્ણ - આમિર ખાન
જે વ્યક્તિ પોતાના હક માટે પૂરેપૂરી મહાભારત બદલી દે છે. આમિર માટે ખરેખર આનાથી સારો રોલ કોઈ ના હોઈ શકે.

દૂર્યોધન - અજય દેવગણ
અજય દેવગણે જ્યારે પણ નેગેટીવ ભૂમિકા ભજવી છે ત્યારે તેની ખૂબ પ્રશંસા થઈ છે.

અભિમન્યુ - વરુણ ધવન
વરુણ ધવન અભિમન્યુની ભૂમિકામાં શાનદાર લાગશે અને આમ પણ તેને કંઈક અલગ કરતો જોવામાં મઝા આવશે. જો કે આમ જોવા જઈએ તો તે ઋત્વિક રોશનનો પુત્ર થઈ જશે.

કુંતી - વિદ્યા બાલન
વિદ્યા બાલન ફિલ્મમાં કુંતીની ભૂમિકામાં બેસ્ટ લાગશે. જો કે ફેન્સની માનીએ તો રેખા પણ આ રોલમાં ખૂબ સરસ લાગશે.

રણવીર સિંહ - દુશાસન
અલાઉદ્દીન ખિલજી પરથી એ સાબિત થઈ ચૂક્યુ છે કે રણવીર આ ભૂમિકામાં બેસ્ટ લાગશે.












Click it and Unblock the Notifications
