ચૌદમા દિવસે શાહરુખ-સલમાન ચિત્ત : ડોમેસ્ટિક કલેક્શનમાં નંબર 1 બની પીકે
મુંબઈ, 2 જાન્યુઆરી : વિધુ વિનોદ ચોપરા નિર્મિત, રાજકુમાર હીરાણી દિગ્દર્શિત, આમિર ખાન તેમજ અનુષ્કા શર્મા અભિનીત પીકે ફિલ્મનો એક બાજુ કેટલાક ધાર્મિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ ફિલ્મનું 14 દિવસનું વૈશ્વિક બૉક્સ ઑફિસ કલેક્શન 482 કરોડ સુધી પહોંચી ગયું છે. તેમાં વિદેશી કલેક્શન 120 કરોડ છે. આમ પીકે ટુંક સમયમાં જ 500 કરોડની ક્લબમાં જોડાઈ જવાની શક્યતા છે.
મળતી માહિતી મુજબ પીકે ગત 19મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ભારતની વાત કરીએ, તો પીકેએ ભારતમાં પહેલા દિવસે 26.63 કરોડ, બીજા દિવસે 30.34 કરોડ, ત્રીજા દિવસે 38.44 કરોડ, ચોથા દિવસે 21.22 કરોડ, પાંચમા દિવસે 19.36 કરોડ, છઠ્ઠા દિવસે 19.55 કરોડ, સાતમા દિવસે 27.55 કરોડ, આઠમા દિવસે 14.48 કરોડ, નવમા દિવસે 17.16 કરોડ, દસમા દિવસે 21.85 કરોડ અને અગિયારમા દિવસે 10.08 કરોડ, બારમા દિવસે 9.11 કરોડ અને તેરમા દિવસે એટલે કે ગત બુધવારે 9.05 કરોડ રુપિયાની કમાણી કરી. ગઈકાલે ગુરુવારના કલેક્શનનો આંકડો 9 કરોડ રહ્યો. આમ પીકેનું ભારતમાં બૉક્સ ઑફિસ કલેક્સન 273.82 કરોડ રુપિયા પહોંચી ગયું છે.
આ સાથે જ પીકેએ ડોમેસ્ટિક બૉક્સ ઑફિસ કલેક્શનની બાબતમાં વર્ષ 2014ની તમામ ફિલ્મોને પછડાટ આપી દીધી છે. પીકેથી માત ખાનાર ફિલ્મોમાં ચેન્નઈ એક્સપ્રેસ, હૅપ્પી ન્યુ ઈયર, બૅંગ બૅંગનો સમાવેશ થાય છે, તો અગાઉની ફિલ્મો ધૂમ 3, 3 ઈડિયટ્સ તથા માય નેમ ઇઝ ખાન જેવી ફિલ્મોના રેકૉર્ડ્સ પણ તુટી ગયા છે.
ચાલો તસવીરોમાં જોઇએ ડોમેસ્ટિક કલેક્શનમાં નંબર વન બનેલી પીકેએ કઈ-કઈ ફિલ્મોને પછડાટ આપી છે :

પીકે
ગત 19મી ડિસેમ્બરે રિલીઝ થયેલી પીકેએ 14 દિવસમાં ભારતમાં 273 કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે અને આમ ડોમેસ્ટિક કલેક્શનની બાબતમાં તે નંબર વન ફિલ્મ બની ગઈ છે.

કિક
આ જ વર્ષે આવેલી કિકની કુલ ડોમેસ્ટિક કમાણી 233 કરોડ રહી હતી.

હૅપ્પી ન્યુ ઈયર
આ જ વર્ષે આવેલી હૅપ્પી ન્યુ ઈયરનું 14 દિવસનું કુલ ભારતીય કલેક્શન 203 કરોડ રુપિયા હતું.

બૅંગ બૅંગ
આ જ વર્ષે આવેલી બૅંગ બૅંગે 14 દિવસમાં ભારતમાં 183 કરોડની કમાણી કરી હતી.

સિંઘમ રિટર્ન્સ
સિંઘમ રિટર્ન્સની 14 દિવસનું ડોમેસ્ટિક બૉક્સ ઑફિસ કલેક્શન 141 કરોડ રુપિયા રહ્યુ હતું.

હૉલીડે
હૉલીડે ફિલ્મે પહેલા 14 દિવસમાં ભારતમાં 112.65 કરોડ રુપિયાનું કલેક્શન કર્યુ હતું.

જય હો
જય હોએ ડોમેસ્ટિક કમાણની બાબતમાં 111 કરોડ રુપિયાનો આંકડો સ્પર્શ્યો હતો.

એક વિલન
એક વિલનની પ્રથમ 14 દિવસની ડોમેસ્ટિક કમાણી 105.50 કરોડ રુપિયા રહી હતી.

2 સ્ટેટ્સ
2 સ્ટેટ્સ ફિલ્મ આ બાબતમાં 9મા સ્થાને આવી ગઈ છે કે જેની પહેલા 14 દિવસની કમાણી 104 કરોડ રુપિયા રહી હતી.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાએ પહેલા 14 દિવસમાં 76.81 કરોડ રુપિયાનું ડોમેસ્ટિક બૉક્સ ઑફિસ કલેક્શન કરી આ યાદીમાં 10મુ સ્થાન હાસલ કર્યુ છે.












Click it and Unblock the Notifications
