મારા અબ્બુ તો હિટલરથી પણ મોટા તાનાશાહ હતા: આમીર ખાન

Subscribe to Oneindia News

ફિલ્મ અભિનેતા આમીર ખાને પોતાની પર્સનલ લાઇફ વિશે મોટો ખુલાસો કર્યો છે. આમીરનું કહેવુ છે કે જ્યારે તે બાળક હતો ત્યારે તેની પોતાના પિતા સામે બોલવાની પણ હિંમત નહોતી.

aamir

પોતાની આવનારી ફિલ્મ 'દંગલ' માં એક કડક મિજાજના પિતાની ભૂમિકા નિભાવી રહેલા બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમીર ખાનનું કહેવુ છે કે આજના સમયમાં ઘરનો માહોલ ઘણો બદલાયો છે અમારા સમયમાં તો પિતાની સામે બાળકોની બોલવાની પણ હિંમત નહોતી.

aamir

હું પણ વિદ્રોહી સ્વભાવનો હતો

પોતાના પિતા વિશે વાત કરતા આમીર ખાને કહ્યુ કે તે હિટલરથી પણ આગળ હતા. અમને તેમની બહુ બીક લાગતી હતી. આમીરે કહ્યુ કે પિતા તો કડક હતા જ અને હું પણ વિદ્રોહી સ્વભાવનો હતો. હું ખૂબ તોફાન કરતો હતો. આમીર ખાને 'દંગલ' ના ગીત 'બાપૂ સેહત કે લિએ તૂ તો હાનિકારક હે' વિશે બોલતા આ વાત કહી. આ ગીતમાં આમીરને પોતાની દીકરીઓ સાથે અનુશાસન માટે ખૂબ જ કડક બતાવવામાં આવ્યો છે.

aamir

આ યોગ્ય નથી

આમીરે કહ્યુ કે મોટાભાગે મા-બાપ પોતાના સપના બાળકો પર થોપતા હોય છે. આપણે નક્કી કરી લઇએ છીએ કે બાળકોએ પોતાના જીવનમાં શું કરવાનુ છે. ખાને કહ્યુ કે આ યોગ્ય નથી. આપણે બાળકોને પોતાના જીવનના નિર્ણય જાતે જ લેવા દેવા જોઇએ.

aamir

દંગલમાં બન્યા છે ત્રણ દીકરીઓના પિતા

આમીર ખાન પોતાની આવનારી ફિલ્મ 'દગલ' માં હરિયાણાના પહેલવાન મહાવીર ફોગાટની ભૂમિકા નિભાવી રહ્યા છે. જે પોતાની દીકરીઓને જાતે ટ્રેનિંગ આપીને પહેલવાન બનાવે છે. આમીર ફિલ્મમાં પિતા સાથે પોતાની દીકરીઓના કોચ પણ છે. એટલા માટે તે ઘણા કડક મિજાજના પિતા બન્યા છે. આમીરે એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. આમીરની ફિલ્મ દંગલ' આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે.

English summary
Aamir Khan says My father was like a hitler
Please Wait while comments are loading...