Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: આરાધ્યાને મળી બહેનપણી, જુઓ કેટલી ખુશ થઈ ગઈ...

મુંબઈ, 12 મે : આરાધ્યા એમ તો કોઈ અજાણ્યુ નામ નથી. દેશમાં અનેક છોકરીઓના નામ આરાધ્યા હશે, પરંતુ જ્યારે મીડિયામાં આ નામ આવે, તો મનમાં સીધી અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાની છબી ઉપસી આવે છે. અમિતાભના પૌત્રી, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા અવાર-નવાર મીડિયામાં ચમકતી રહે છે. જોકે ઐશ્વર્યા રાય સતત એવા પ્રયત્નો કરતા હોય છે કે આરાધ્યાને મીડિયાથી દૂર રાખે, પરંતુ છતાં પણ આરાધ્યા કૅમેરે ઝડપાઈ જ જાય છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની લાડકવાયી દીકરી આરાધ્યાને હવે એક બહેનપણી મળી ગઈ છે. આરાધ્યાની તાજેતરમાં જ નિર્માતા બંટી વાલિયાની દીકરી આએરા સાથે મુલાકાત કરાવવામાં આવી. બિગ બી અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બંટી વાલિયાની છ માસની દીકરી આએરાને મળી બહુ ખુશ થઈ ગઈ. બંને બાળકો આરાધ્યા-આએરાની સાથે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તથા બંટી વાલિયા અને વૅનેસા પરમાર પણ હતાં. આ પ્રસંગે ઐશ્વર્યા રાયે આએરાને ખોળામાં પણ લીધી હતી.

ચાલો જોઇએ તસવીરો :

ઐશના ખોળામાં કોણ?

ઐશના ખોળામાં કોણ?

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયના ખોળામાં આ બાળકી કોણ છે? આ બાળકી છે બંટી વાલિયાની દીકરી આએરા. ઐશ-બંટીએ આએરા સાથે આ સુંદર પોઝ તાજેતરમાં જ આપ્યો છે.

આરાધ્યાને મળી બહેનપણી

આરાધ્યાને મળી બહેનપણી

અભિષેક-ઐશની દીકરી આરાધ્યાની મુલાકાત તાજેતરમાં જ આએરા સાથે કરાવવામાં આવી અને આરાધ્યા-આએરા વચ્ચે સારી એવી મૈત્રી થઈ ગઈ. આમ આરાધ્યાને આએરા તરીકે એક બહેનપણી મળી ગઈ.

ખુશ-ખુશ થઈ આરાધ્યા

ખુશ-ખુશ થઈ આરાધ્યા

આરાધ્યા છ માસની આએરાને મળી ખુશ-ખુશ થઈ ગઈ. આ પ્રસંગે આરાધ્યાના માતા-પિતા અભિષેક-ઐશ્વર્યા તથા આએરાના માતા પિતા બંટી-વૅનેસા પણ હાજર રહ્યા હતાં.

આએરા-વૅનેસ

આએરા-વૅનેસ

વૅનેસ પરમારે પણ પોતાની દીકરી આએરા સાથે પોઝ આપ્યો હતો.

વૉટર પાર્કમાં આરાધ્યા

વૉટર પાર્કમાં આરાધ્યા

તાજેતરમાં જ ઐશ્વર્યા રાય આરાધ્યાને એક વૉટર પાર્કમાં પણ ફરવા માટે લઈ ગયા હતાં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X