મલાઈકા સાથે આવતા વર્ષે સાત ફેરા લઈ શકે છે અજૂન કપૂર!

બોલિવુડની ગલીઓમાં એ ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

સમગ્ર બોલિવુડ હાલમાં જ્યાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા-નિક જોનસના લગ્નની તૈયારીઓ કરી રહ્યુ છે. ત્યાં વધુ એક ફિલ્મી કપલના લગ્નના સમાચાર આવી રહ્યા છે. એક્ટર અર્જૂન કપૂરના મલાઈકા અરોરા સાથે અફેરના સમાચારો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. હવે બોલિવુડની ગલીઓમાં એ ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે બંને પોતાના સંબંધો એક સ્ટેપ આગળ લઈ જઈ શકે છે. અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા આવતા વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

આવતા વર્ષે થઈ શકે છે બંનેના લગ્ન!

આવતા વર્ષે થઈ શકે છે બંનેના લગ્ન!

બોલિવુડમાં હાલમાં ઘણા સ્ટાર્સના ઘરે લગ્નની શરણાઈઓ વાગી. આ વર્ષે કપૂર ખાનદાનમાં સોનમ કપૂરના લગ્ન થયા હતા. હવે સમાચાર છે કે અર્જૂન કપૂર પણ આવતા વર્ષે લગ્ન કરી લેશે. ફિલ્મફેરના સમાચાર મુજબ અર્જૂન કપૂર પોતાની કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે આવતા વર્ષે લગ્ન કરી શકે છે. સમાચાર મુજબ એક સૂત્રએ કહ્યુ કે અર્જૂન અને મલાઈકા એકબીજાને ખૂબ પસંદ કરે છે. ‘તેમણે ક્યારેય એકબીજા માટે ખુલીને વાત નથી કરી પરંતુ તે એકબીજાની સાથે ખૂબ ખુશ છે.'

છેલ્લા ઘણા સમયથી એકબીજાને કરી રહ્યા છે ડેટ

છેલ્લા ઘણા સમયથી એકબીજાને કરી રહ્યા છે ડેટ

સૂત્રએ આગળ ખુલાસો કરતા કહ્યુ કે બંને પોતાના સંબંઘને એક સ્ટેપ આગળ લઈ જવાના છે અને આવતા વર્ષ બંને લગ્ન કરી શકે છે. અર્જૂન અને મલાઈકાના અફેરના સમાચારો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. બંને ઘણી વાર સાથે જોવા મળ્યા છે. અરબાઝથી મલાઈકાના અલગ થવા પાછળ પણ અર્જૂન સાથેના અફેરનું કારણ બતાવવામાં આવ્યુ હતુ. હાલમાં એ પણ સમાચાર પણ આવ્યા હતા કે ઈટલીમાં મલાઈકાના જન્મદિવસ પર અર્જૂન કપૂર પણ સાથે હતા.

મલાઈકાના શો માં સાથે દેખાયા હતા

મલાઈકાના શો માં સાથે દેખાયા હતા

બંનેને આસપાસમાં જ એરપોર્ટથી નીકળતા જોવામાં આવ્યા હતા ત્યારબાદ આવી અટકળો લગાવવામાં આવી હતી. હાલમાં જ નતાશા પૂનાવાલાએ મલાઈકાની બર્થડે પાર્ટીનો એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં અર્જૂન કપૂર પણ શામેલ હતા. મલાઈકાની બહેન અમૃતા અને તેની પ્રિય સહેલીઓ કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, નતાશા પૂનાવાલા ઉપરાંત ત્યાં અર્જૂન કપૂરનું હોવુ ઘણુ કહી જાય છે. અર્જૂન પોતાની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ' ને પ્રમોટ કરવા મલાઈકાના શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' ના સેટ પર પણ પહોંચ્યા હતા જ્યાં બંનેએ હાથ પકડીને સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી.

પોતાનો સંબંધ એન્જોય કરવા ઈચ્છે છે બંને

પોતાનો સંબંધ એન્જોય કરવા ઈચ્છે છે બંને

એક તરફ અર્જૂન અને મલાઈકા માટે લગ્નના આ સમાચારો આવી રહ્યા છે તો બીજી તરફ ડીએનએ મુજબ અત્યારે તે પોતાનો કોર્ટશિપ પીરિયડ એન્જોય કરી રહ્યા છે. ડીએનએના સમાચાર મુજબ અર્જૂન અને મલાઈકા અત્યારે લગ્ન નથી કરી રહ્યા. તે બસ એકબીજા સાથે સમય પસાર કરવા ઈચ્છે છે અને પોતાનો સંબંધ એન્જોય કરવા ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અર્જૂન પોતાની બહેન અંશુલાને ખૂબ પ્રેમ કરે છે અને તેની અનુમતિ બાદ જ તે લગ્ન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X