સુચિત્રા સેનની હાલત નાજુક, આપવામાં આવી રહ્યો છે ઓક્સિજન

Posted By:
Subscribe to Oneindia News

કલકત્તા, 13 જાન્યુઆરી: પ્રસિદ્ધ અભિનેત્રી સુચિત્રા સેનની હાલત આજેપણ નાજુક છે, તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને ગ્લૂકોઝ ચઢાવવામાં આવી રહ્યો છે.

બેલ વ્યૂ ક્લિનિક દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર 82 વર્ષિય અભિનેત્રીને શ્વાસનળીમાં સંક્રમણ થવાની ગત 23 ડિસેમ્બરથી અહીં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમના લોહીમાં ઓક્સિજન સંતૃપ્તિનું સ્તર કંટ્રોલ કરવા માટે એક અંત:શ્વાસનળીના માધ્યમથી બીઆઇપીએપી થેરેપીથી તેમની સારવાર ચાલું છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ઓછા ખોરાકના લીધે નબળાઇ આવી ગઇ છે અને ડૉક્ટરોએ તેમની પોષણ સારવાર તેજ કરી દિધી છે.

suchitra-sen

ડૉ. સુબ્રત મૈઇત્રાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે 'જે રોગી આઇસીયૂમાં છે અને જેને સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે, તેને ખતરાથી બહાર ન કહી શકાય.' તેમની દેખરેખ કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેમની હાલત ગઇકાલે સાંજે નરમાઇ આવી ગઇ છે, પરંતુ હવે તેમની હાલત સ્થિર છે અને તેમના દિલના ધબકારા અને બ્લડપ્રેશર સ્થિર છે.

સુચિત્રા હાલ હોશમાં છે અને રવિવારે સાંજે ડૉ. ધીમન ગાંગુલી, ડૉ. પવન અગ્રવાલ અને ડૉ. સુનીલ બારન રૉયે પણ તેની તપાસ કરી છે. આ ઉપરાંત ડૉ. મૈઇત્રાના નેતૃત્વવાળા મેડિકલ બોર્ડના વરિષ્ઠ ડૉક્ટર સુકુમાર મુખર્જીએ પણ પરામશ કરી. મેડિકલ ટીમ આખી રાત હોસ્પિટલમાં તેમની હાલત પર નજર રાખવા માટે હાજર રહેશે. સુચિત્રા સેનની પુત્રી અને બંગાળી કલાકાર મુનમુન સેન પણ લાંબા સમયથી હોસ્પિટલમાં છે.

English summary
Veteran actress Suchitra Sen is still in critical condition though conscious and is surviving on constant oxygen support through endotracheal tube.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.