‘ઉંમર' વિશેની આ વાત પર ટ્રોલ થઈ પ્રિયંકા ચોપડા તો નિક જોનસે આપ્યો જોરદાર જવાબ

પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને તેના પર નિક જોનસની ઉંમર ખોટી લખી દીધી ત્યારબાદ યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

બોલિવુડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાના લગ્ન બાદથી જ સતત સમાચારોમાં છવાયેલા છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પોતાનો પ્રેમ અને કેર વ્યક્ત કરતા રહે છે. હવે એક વાર ફરીથી આ બંનેની જોડી ફરીથી ચર્ચામાં છે. વાસ્તવમાં પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને તેના પર નિક જોનસની ઉંમર ખોટી લખી દીધી ત્યારબાદ યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેમના પતિ નિક જોનસે એક કાર્ટૂન શેર કરીને પ્રિયંકા ચોપડાને ટ્રોલ કરનારા લોકોનો જવાબ આપ્યો.

નિક જોનસે આપ્યો આ જવાબ

નિક જોનસે આપ્યો આ જવાબ

આ પહેલા પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે પોતાનો એક ફોટો શેર કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો. આ ફોટામાં પ્રિયંકાએ નિકની ઉંમર 27 વર્ષ બતાવી જ્યારે નિક હજુ 26 વર્ષના છે. 16 સપ્ટેમ્બરના રોજ નિકનો જન્મદિવસ છે. ત્યારબાદ યુઝર્સે પ્રિયંકા ચોપડાને નિકની સાચી ઉંમર ખબર ન હોવા માટે ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ. પ્રિયંકાને ટ્રોલ થતી જોઈ નિક તેના બચાવમાં ઉતરી આવ્યા અને એક કાર્ટૂન શેર કરીને યુઝર્સને જવાબ આપ્યો. આ કાર્ટૂનમાં પ્રિયંકા ચોપડા યુઝર્સને થપ્પડ મારતી દેખાઈ રહી છે. આ કાર્ટૂન સાથે નિકે લખ્યુ, પ્રિયંકાને મારી સાચી ઉંમર ખબર છે.

બેડરૂમના ફોટાએ મચાવ્યો હતો હોબાળો

બેડરૂમના ફોટાએ મચાવ્યો હતો હોબાળો

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પ્રિયંકા અને નિકના વધુ એક ફોટાએ સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો હતો. વાસ્તવમાં જે ફોટો પ્રિયંકાએ શેર કર્યો હતો તેમાં તે બેડરૂમમાં પોતાના પતિ નિકની બાહોમાં આરામી ફરમાવતી દેખાઈ રહી હતી. ફોટાને તેમના ફેન્સે પસંદ તો કર્યો અને માત્ર એક કલાકની અંદર આ ફોટાને 10 લાખથી વધુ લાઈક્સ મળી ગયા. પરંતુ... અમુક ફેન્સે તેમના આ ફોટા માટે તેમને ટ્રોલ કરવાનુ પણ શરૂ કરી દીધુ. અમુક યુઝર્સે કમેન્ટ કરીને લખ્યુ કે પોતાના ઘરના અંગત ફોટા પબ્લિક પ્લેટફોર્મ પર શેર ન કરવા જોઈએ. એક અન્ય યુઝરે લખ્યુ, ‘બેડરૂમમાં ફોટોગ્રાફર છૂપાવી રાખ્યો છે શું?' જો કે બાદમાં પ્રિયંકાએ અમેરિકા અમેરિકન કૉમેડિયન જિમી ફેલનના શો ‘ધ ટુનાઈટ શો'માં જણાવ્યુ કે આ ફોટો સુપરબૉલ દરમિયાનનો છે, જ્યારે તે પોતાના ઘણા દોસ્તો સાથે ગ્રુપમાં બેઠેલી હતી અને ત્યારે તેને ઉંઘ આવી ગઈ. એ જ દરમિયાન તેની કઝિન સિસ્ટર દિવ્યાએ ચૂપકેથી તેમની આ મોમેન્ટનો ફોટો પાડી લીધો.

જ્યારે નિકે પ્રિયંકાને સંભાળી

જ્યારે નિકે પ્રિયંકાને સંભાળી

સોશિયલ મીડિયા પર હાલમાં જ વધુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પ્રિયંકા ચોપડા ચાલતા ચાલતા અચાનક લપસવાની હોય છે ત્યારે જ તેના પતિ નિક જોનસ તેને સંભાળી લે છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડા પોતાના સિંગર પતિ નિક જોનસેની આવનારી હોલિવુડ ફિલ્મ 'Isn't It Romantic'ના પ્રીમિયરમાં શામેલ થવા માટે લૉસ એન્જેલિસ ગઈ હતી. પ્રીમિયર પ્રોગ્રામમાં પ્રિયંકા અને નિકની જોડી સુંદર લાગી રહી હતી. પાર્ટીમાં મોટાભાગનાની નજર આ આકર્ષક જોડી પર ટકેલી હતી. આ દરમિયાન ચાલતા ચાલતા અચાનક પ્રિયંકાની લૉંગ ડ્રેસ તેની હાઈ હીલમાં ફસાઈ ગઈ અને તે બધાની સામે પડવાની જ હતી ત્યારે એન ટાઈમે પતિ નિક જોનસે એક હીરોની જેમ તેને સંભાળી અને પડવાથી બચાવી લીધી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X