રાણી-આદિત્ય 10મી ફેબ્રુઆરીના રોજ કરશે લગ્ન!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 31 ડિસેમ્બર : લાંબા સમયથી બૉલીવુડ અભિનેત્રી રાણી મુખર્જી અને નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરાના લગ્નનો ઇંતેજાર થઈ રહ્યો છે. વચ્ચે-વચ્ચે બંનેના લગ્નના સમાચારો પણ આવ્યાં, પરંતુ દરેક વખતે લોકો નિરાશ જ થયાં છે. ફરી એક વાર રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્નના સમાચારથી ફિલ્મી શેરીઓમાં ખુશીની લહેર છે.

rani-aditya
જાણવા મળે છે કે રાણી-આદિત્ય 10મી ફેબ્રુઆરી, 2014ના રોજ ચોરીના ચાર ફેરા લેવાનાં છે. કહે છે કે લગ્નની તારીખ તથા સ્થળ બધુ ફાઇનલ થઈ ગયું છે. બંનેના નજીકના મિત્રો અને પરિવારજનો આ લગ્ન સમારંભમાં હાજરી આપશે. આદિત્ય-રાણીના લગ્ન જોધપુર ખાતે થવાનાં છે.

નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાચારો આવ્યાહતાં કે રાણી-આદિત્ય માર્ચમાં લગ્ન કરી લેવાનાં છે. યશરાજના દરેક ઈવેંટ અને દરેક સમારંભમાં રાણી મુખર્જી ચોપરા ખાનદાન સાથે જ નજરે પડે છે. ચર્ચાઓ તો એવી પણ છે કે આદિત્ય અને તેમના પત્ની પાયલના છુટાછેડાનું કારણ રાણી મુખર્જી જ હતાં. જોકે રાણી-આદિત્યનો પ્રેમ જગ-જાહેર છે. આમ છતાં રાણી તથા આદિત્યમાંથી કોઈ પણ પોતાના સંબંધ અંગે જાહેરમાં કે મીડિયામાં કંઈ કહેતા નથી. ખેર, હવે લગ્નની વાત કેટલી સાચી છે, તે તો સમય આવતા જ ખબર પડશે.

English summary
Aditya Chopra and Rani Mukerji have not only finalised a date for their wedding, they have also chosen the venue.It is the Umaid Bhawan Palace in Jodhpur, and the date is February 10, 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.