આદિત્ય પંચોલીને એક વર્ષની સજા, પડોશી પર હુમલો કરવાનો આરોપ

Subscribe to Oneindia News

બોલીવુડ અભિનેતા આદિત્ય પંચોલીને પાડોશી પર હુમલો કરવાના આરોપસર એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સજા આદિત્યને મહારાષ્ટ્રની એક અદાલતમાં સંભળાવવામાં આવી છે. આ બાબતે જાણકારી આપતા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વર્સોવાના મેંગનમ ઓપ્સ એપાર્ટમેંટમાં પંચોલીના મહેમાને પોતાનું વાહન તેમના પડોશી પસરાનીના પાર્કિંગ સ્થળ પર પાર્ક કરી દીધુ હતુ.

aditya pancholi


પસરાનીએ આ અંગે પોતાની નારાજગી દર્શાવી અને સુરક્ષાકર્મીને વાહન હટાવવા કહ્યુ. આ વાતને લઇને બંને વચ્ચે વિવાદ થઇ ગયો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અને આદિત્ય પંચોલીએ પસરાની પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં તેનુ નાક તૂટી ગયુ હતુ. જો કે મેજિસ્ટ્રેટે પંચોલીને ગુનેગાર ઠેરવ્યા બાદ 12,000 રુપિયાના જામીન પર છોડી દીધો છે.

English summary
Aditya Pancholi gets one year jail in assault case.
Please Wait while comments are loading...