બોક્સ ઓફિસ: 100 કરોડ ક્લબમાં એંટ્રી માટે તૈયાર એ દિલ હે મુશ્કીલ

Subscribe to Oneindia News

એ દિલ હે મુશ્કીલ આંતરરાષ્ટ્રીય સર્કિટમાં કમાલનો બિઝનેસ કરી રહી છે. આનુ કારણ છે કરણ જોહરની એનઆરઆઇમાં ફેન ફોલોઇંગ અને આ કારણે જ આ ફિલ્મ જેટલુ સારુ પ્રદર્શન ભારતમાં કરી રહી છે તેનાથી બેગણુ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરી રહી છે.

‘એ દિલ હે મુશ્કીલ’ નો વધુ કમાણીનો રેકોર્ડ

‘એ દિલ હે મુશ્કીલ’ નો વધુ કમાણીનો રેકોર્ડ

જો કે દિવાળીના દિવસે ‘એ દિલ હે મુશ્કીલ' અને ‘ શિવાય' બંનેના કલેક્શનમાં ઘટાડો થયો પરંતુ સોમવારે તેણે વેગ પકડ્યો અને છેલ્લા ત્રણ દિવસની સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવી લીધો. ‘એ દિલ હે મુશ્કીલ' એ શુક્રવારે 13.30 કરોડ રુપિયા, શનિવારે 13.10 કરોડ રુપિયા અને રવિવારે 9.20 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો પરંતુ સોમવારે ફિલ્મે 17.75 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો.

ભારતમાં 53.35 કરોડનો બિઝનેસ

ભારતમાં 53.35 કરોડનો બિઝનેસ

આ તરફ પહેલા દિવસે ‘શિવાય' એ 10.24 કરોડ રુપિયા, બીજા દિવસે 10.06 કરોડ રુપિયા અને રવિવારે 8.26 કરોડ રુપિયાની કમાણી કરી છે. ભારતમાં 3000 સ્ક્રીન પર રિલીઝ થયેલી ‘એ દિલ હે મુશ્કીલ' એ સોમવાર સુધી ભારતમાં 53.35 કરોડનો બિઝનેસ કરી લીધો છે. જ્યારે ‘શિવાય' એ રવિવાર સુધીમાં 28.56 કરોડ રુપિયા જ કમાયા છે.

જોહરની ફિલ્મના જોરદાર રિવ્યૂ

જોહરની ફિલ્મના જોરદાર રિવ્યૂ

‘એ દિલ હે મુશ્કીલ' એ અજય દેવગણની ‘શિવાય' ની મુશ્કેલી વધારી દીધી છે. કરણ જોહરની ફિલ્મને જોરદાર રિવ્યૂ મળી રહ્યા છે અને દર્શકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. દેશભરમાં સવારના શો જામી રહ્યા છે. સિંગલ સિનેમામાં 35 થી 45 % અને મલ્ટીપ્લેક્સના હોલ તો 50% થી વધારે ભરેલા છે. મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ આગળ ડગ માંડી રહી છે.

દોસ્તી, પ્રેમ અને વાસનાની કહાની

દોસ્તી, પ્રેમ અને વાસનાની કહાની

આ ફિલ્મમાં દોસ્તી, પ્રેમ અને વાસનાની કહાનીને ખૂબ જ પ્રેકટીકલ અંદાજમાં દર્શાવવામાં આવી છે. રણબીર અને અનુષ્કાની દોસ્તીને જોઇ જ રહેવાનું મન થાય છે. વળી રણબીર અને ઐશ્વર્યાની કેમેસ્ટ્રી પણ કમાલ છે. જ્યારે પાક અભિનેતા ફવાદ ખાનના કારણે વિરોધનો સામનો કરનાર આ ફિલ્મમાં તેના માત્ર 3-4 સીન જ છે.

ઇમોશનલ મોરચે નબળી

ઇમોશનલ મોરચે નબળી

‘શિવાય' ની વાત કરીએ તો આ ફિલ્મ અજય દેવગણની છે એટલે ફિલ્મમાં તે છવાયેલો રહ્યો છે. ફિલ્મમાં એક્શન દ્રશ્યો કમાલના છે પરંતુ ઇમોશનલ મોરચે તે નબળી સાબિત થઇ રહી છે. મોટા શહેરોમાં ‘શિવાય' નો ધંધો નબળો રહ્યો, સવારના શો માં માત્ર 25 % સીટો ભરાયેલી જોવા મળી. દિવાળીની લાંબી રજાઓનો ફાયદો આ ફિલ્મને ખાસ નથી મળી રહ્યો. આ ફિલ્મનું નિર્દેશન પણ અજય દેવગણે કર્યુ છે.

English summary
Ae Dil Hai Mushkil worldwide Box Office collection inches towards 100 crore.
Please Wait while comments are loading...