• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...નિન સાથે પરણી ગયો Masti Boy આફતાબ : જુઓ Secret Weddings

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 જૂન : હજી ડોઢ માસ અગાઉ સમાચાર આવ્યા હતાં કે બૉલીવુડના રાણી એટલે કે રાણી મુખર્જીએ પોતાના લૉંગ ટાઇમ પ્રેમી આદિત્ય ચોપરા સાથે ઇટાલી ખાતે ગુપચુપ લગ્ન કરી લીધાં અને હવે વધુ એક એવા જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે કે બૉલીવુડના ચાર્મિંગ હીરો આફતાબ શિવદાસાણીએ પણ પોતાના પ્રેમિકા નિન દુસાંજ સાથે ગુપચુપ લગ્ન કરી લીધાં છે. બંનેએ ચુપચાપ લગ્ન કર્યાં અને મીડિયાથી બચતા હનીમૂને નિકળી ગયાં છે.

મસ્ત ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અને પછી મસ્તી તેમજ ગ્રાન્ડ મસ્તી જેવી સફળ ફિલ્મો દ્વારા છવાઈ જનાર આફતાબ શિવદાસાણીના જીવનસાથી નિન દુસાંજ બ્રિટિશ-ભારતીય મૂળના છે અને હૉંગકૉંગ ખાતે લક્ઝરી બ્રાન્ડ ઇન્ડસ્ટ્રી માટે કન્સલ્ટંટ તરીકે કામ કરે છે. આફતાબ અને તેમની મહોબ્બતને તે વખતે પાંખો લાગી કે જ્યારે નિન 2012માં ભારત આવ્યાં. બંને પહેલી વાર એક કૉમન ફ્રેન્ડના ઘરે મળ્યા હતાં. પછી બંનેની મુલાકાત પ્રેમમાં પરિણમી અને છેલ્લા ઘણા વખતથી બંને તમામ ઇવેંટ્સમાં સાથે જ પહોંચતા જોવાતા હતાં.

દરમિયાન આફતાબ અને નિન પરણી ગયાં છે. કહે છે કે બંનેએ પોતાના પરિજનોની હાજરીમાં ફેરા લીધાં છે અને બંને હનીમૂન માટે નિકળી ગયાં છે. જાણવા તો એમ પણ મળે છે કે આફતાબ-નિન આ વર્ષના અંતે લોકોને પોતાના ઘરે લગ્નની દાવત આપશે. જોકે અહીં વિચારવા જેવી બાબત એ છે કે આફતાબ-નિન બંનેના સંબંધો નિર્વિવાદિત હતાં. બંનેના પહેલા લગ્ન છે. આમ છતાં બંનેએ ચુપચાપ લગ્ન કેમ કર્યાં.

ચાલો હાલ તો જોઇએ બૉલીવુડના ચોરી-ચોરી ચુપકે-ચુપકે થયેલા લગ્ન :

આફતાબ-નિન

આફતાબ-નિન

આફતાબ શિવદાસાણી અને નિન દુસાંજ તાજેતરમાં જ પરણી ગયાં છે. બંનેએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધાં છે. આફતાબના ફૅન્સ આ સમાચાર સાંભળી ચોંકી ગયા છે, પરંતુ ખુશ પણ છે.

રાણી-આદિત્ય

રાણી-આદિત્ય

આદિત્ય ચોપરા અને રાણી મુખર્જીએ ગત 21મી એપ્રિલે ઇટાલી ખાતે ચુપકે-ચુપકે લગ્ન કરી લીધાં. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં અને સૌ જાણતા હતાં કે બંને લગ્ન પણ કરશે જ, પરંતુ બંનેએ ચુપચાપ લગ્ન કરી લીધાં.

જ્હૉન-પ્રિયા

જ્હૉન-પ્રિયા

ક્યારેક બિપાશા બાસુ સાથેના સંબંધોના કારણે ચર્ચામાં રેહનાર હંકી એક્ટર જ્હૉન અબ્રાહમે તાજેતરમાં જ વિદેશમાં પ્રિયા રુંચાલ સાથે લગ્ન કરી લીધાં અને પછી ટ્વીટ કરી લોકોને માહિતી આપી હતી.

આમિર-રીના

આમિર-રીના

આમિર ખાન હાલ તો કિરણ રાવના પતિ છે, પરંતુ તેમણે પ્રથમ લગ્ન રીના દત્તા સાથે કર્યા હતાં કે જેઓ તેમના બાળપણના મિત્ર હતાં. આમિર-રીનાના લગ્ન પણ સીક્રેટ વેડિંગ જ હતાં.

સલમાન-ફૈઝા

સલમાન-ફૈઝા

કોરિયોગ્રાફરમાંથી એક્ટર બનેલા સલમાન યુસુફ ખાને ગત ડિસેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ ફૈઝા હરમૈન સાથે ચુપચાહ નિકાહ કરી લીધાં. આ નિકાહ બૅંગલુરૂ ખાતે સમ્પન્ન થયા હતાં.

અક્ષય-ટ્વિંકલ

અક્ષય-ટ્વિંકલ

ટોચની અભિનેત્રીઓ સાથે અફૅર કર્યા બાદ અક્ષય કુમારે ચુપચાપ ટ્વિંકલ ખન્નાની પોતાના જીવનસાથી બનાવી લીધાં. જાન્યુઆરી-2001માં થયેલ આ લગ્નમાં માત્ર પરિજનો અને મિત્રો જ હાજર રહ્યા હતાં.

અજય-કાજોલ

અજય-કાજોલ

અજય દેવગણ અને કાજોલે પાંચ વર્ષના સંબંધોને ફેબ્રુઆરી-1999માં લગ્નમાં પરિણમ્યો. આ બંનેના લગ્ન પણ ચુપચાપ થયા હતાં.

માધુરી-શ્રીરામ

માધુરી-શ્રીરામ

બૉલીવુડમાં વર્ષો સુધી રાજ કર્યા બાદ માધુરી દીક્ષિતે નૉન-બૉલીવુડ પર્સન ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધાં અને અમેરિકા સ્થાપિત થઈ ગયાં. તાજેતરમાં જ તેમણે બૉલીવુડમાં કમબૅક કર્યું.

સૈફ-કરીના

સૈફ-કરીના

રણધીર કપૂરના પુત્રી અને કરિશ્મા કપૂરના બહેન કરીના કપૂરે પણ સૈફ અલી ખાન સાથે સીક્રેટ સેરેમની સાથે લગ્ન કર્યાં. લગ્ન બાદ આ યુગલ જાહેરમાં આવ્યુ હતું.

રણવિજય-પ્રિયંકા

રણવિજય-પ્રિયંકા

વીજેમાંથી એક્ટર બનનાર રણવિજય સિંહે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયંકા વોહરા સાથે લગ્ન કર્યા બાદ તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યા હતાં.

રુસલાન-નિરાલી

રુસલાન-નિરાલી

ટેલીવિઝન એક્ટર રુસલાન મુમતાઝે પોતાની મંગેતર નિરાલી મહેતા સાથે ગત ફેબ્રુઆરીમાં કોર્ટ મૅરેજ કર્યાં અને બંને હનીમૂન માટે માલવીદ ઉપડી ગયાં.

અરિજીત-કોયલ

અરિજીત-કોયલ

આશિકી 2 ફિલ્મના ગીતો દ્વારા બૉલીવુડમાં છવાઈ જનાર ગાયક અરિજીત સિંહે ગત જાન્યુઆરીમાં પોતાની બાળપણની મિત્ર કોયલ સાથે સીક્રેટ લગ્ન કરી લીધાં.

સમીરા-અક્ષય

સમીરા-અક્ષય

અભિનેત્રી સમીરા રેડ્ડીએ ગત ડિસેમ્બરમાં બિઝનેસ મૅન અક્ષય વર્ડે સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધાં.

સયાલી-નવનીત

સયાલી-નવનીત

સયાલી ભગતે બૉલીવુડને પડતુ મૂકી દિલ્હીના ઉદ્યમી નવનીત પ્રતાપ સિંહ સાથે ડિસેમ્બરમાં લગ્ન કર્યાં.

પિયા-રિત્વિક

પિયા-રિત્વિક

સેક્સી મૉડેલ પિયા ત્રિવેદીએ સ્ક્વૅશ પ્લેયર રિત્વિક ભટ્ટાચાર્ય સાથે ગત ડિસેમ્બરમાં નીલગિરી-તામિળનાડુ ખાતે નાનકડા સમારંભ સાથે લગ્ન કર્યાં.

વીણા-અસદ

વીણા-અસદ

બૉલીવુડમાં અશ્લીલતા દ્વારા હોબાળો મચાવનાર વીણા મલિકે દુબઈમાં બિઝનેસ મૅન અસદ બશીર ખાન સાથે લગ્ન કરી મોટો ધડાકો કર્યો હતો.

રાહત-ફલક

રાહત-ફલક

જાણીતા પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન પ્રથમ પત્ની નિદા રાહત સાથે છુટાછેડા લઈ તાજેતરમાં જ પોતાની ગર્લફ્રેન્ડ મૉડેલ ફલક સાથે ચુપચાપ પરણી ગયાં.

ડાયના-કૉલિન

ડાયના-કૉલિન

ડાયના હૅડને અમેરિકાના લાસ વેગાસ ખાતે પોતાના બૉયફ્રેન્ડ કૉલિન ડિક સાથે ગત સપ્ટેમ્બરમાં ચુપચાપ લગ્ન કરી લીધાં.

સેલિના-પીટર

સેલિના-પીટર

અભિનેત્રી સેલિના જેટલી અને તેમના બૉયફ્રેન્ડ પીટર હાગ સાથે લગ્ન કર્યાં અને પછી ટ્વિટર વડે લોકોને જાણ કરી.

કોંકણા-રણવીર

કોંકણા-રણવીર

કોંકણા સેન અને રણવીર શૌરીએ સપ્ટેમ્બર-2010માં લગ્ન કર્યા હતાં.

આયેશા-ફરહાન

આયેશા-ફરહાન

અભિનેત્રી આયેશા ટાકિયાએ રાજકીય પરિવારના ફરહાન આઝમી સાથે માર્ચ-2009માં ચુપચાપ લગ્ન કરી લીધાં.

લારા-મહેશ

લારા-મહેશ

અભિનેત્રી લારા દત્તાએ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે ગુપચુપ રીતે ફેરા લઈ લીધા હતાં. આ લગ્ન ફેબ્રુઆરી-2011માં થયા હતાં.

કાયનાઝ-ઉવકર્ષ

કાયનાઝ-ઉવકર્ષ

રાગિણી એમએમએસની ઓરિજનલ રાગિણી કાયનાઝ મોતીવાલાએ પોતાના પ્રેમી ઉવકર્ષ ડૉક્ટર સાથે અમદાવાદ ખાતે ચુપચાપ લગ્ન કર્યા હતાં.

પૂજા-મુનીર

પૂજા-મુનીર

પૂજા ભટ્ટે વીજે ઉધમ સિંહ ઉર્ફે મુનીર માખીજા સાથે ખાનગી રીતે ગોવામાં લગ્ન કરી સૌને ચોંકાવી દીધા હતાં.

ગુલ-ઋષિ

ગુલ-ઋષિ

અભિનેત્રી ગુલ પનાગે 2011માં અચાનક બૉયફ્રેન્ડ ઋષિ અટારી સાથે લગ્ન કરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં.

જુહી-જય

જુહી-જય

જુહી ચાવલા અને જય મહેતાએ લાંબા સમય સુધી પોતાના સંબંધને માત્ર મૈત્રી જ ગણાવ્યો, પરંતુ 2001માં બંને સાદગીપૂર્વક લગ્ન કરી લીધાં.

સૈફ-અમૃતા

સૈફ-અમૃતા

અમૃતા સિંહે પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે ઑક્ટોબર, 1991માં લગ્ન કર્યા હતાં. સૈફના પરિજનો આ લગ્નની વિરુદ્ધ હતાં.

સંજય-માન્યતા

સંજય-માન્યતા

સંજય દત્ત અને માન્યતાએ બે વર્ષની રિલેશનશિપ બાદ 2008માં ગોવા ખાતે લગ્ન કર્યા હતાં. સંજયના પ્રથમ પત્ની રીચા શર્માનું 1996માં નિધન થઈ ગયુ હતું.

શમ્મી-ગીતા

શમ્મી-ગીતા

શમ્મી કપૂરે મુંબઈના બાણગંગા મંદિરે 1955માં ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતાં. શમ્મીના પરિજનો આ લગ્નની વિરુદ્ધ હતાં, કારણ કે ગીતાની ઉંમર શમ્મી કરતાં એક વર્ષ વધુ હતી.

શ્રીદેવી-બોની

શ્રીદેવી-બોની

અગાઉથી જ પરિણીત બોની કપૂરે પોતાના પ્રથમ પત્નીને તલાક આપી ચુપચાપ શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા હતાં.

કિમ-અલી

કિમ-અલી

કિમ શર્મા અને અલી પુંજાણીએ પણ ચુપચાપ લગ્ન કર્યા હતાં. મોમ્બાસા ખાતે યોજાલેય મૅરેજ સેરેમનીમાં નજીકના મિત્રો જ હાજર રહ્યા હતાં.

હેમા-ધર્મેન્દ્ર

હેમા-ધર્મેન્દ્ર

બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિની શોલેના સેટ પર ધર્મેન્દ્રને દલડુ દઈ બેઠાં. બંનેએ 1980માં ખંડાલા ખાતે લગ્ન કરી લીધાં.

મનોજ-નેહા

મનોજ-નેહા

મનોજ બાજપાઈએ પ્રેટી એક્ટ્રેસ નેહા સાથે 2005માં લગ્ન કર્યા હતાં. આ લગ્ન એટલા ઉતાવળિયા હતાં કે મનોજના માતા-પિતા પણ હાજર નહોતા રહી શક્યાં.

English summary
Aftab Shivdasani is now a married man as the actor recently married his long time dating girlfriend Nin Dusanj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X