For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

60 દિવસ બાદ પરિવારને મળ્યા સલમાન ખાન, જાણો કેમ આવ્યા મુંબઈ

સલમાન ખાન પણ લૉકડાઉનના કારણે ઘરેથી દૂર પનવેલમાં સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. જો કે મંગળવારે સલમાન મુંબઈ પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લૉકડાઉનને બે મહિના પૂરા થવામાં થોડાક જ દિવસ બાકી છે. આ દરમિયાન દરેક જણ પોતાના ઘરોમાં કેદ છે અને બિનજરૂરી મુસાફરી પણ સંપૂર્ણપણે પ્રતિબંધ છે. બૉલિવુડ એક્ટર સલમાન ખાન પણ લૉકડાઉનના કારણે ઘરેથી દૂર પનવેલમાં સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. જો કે મંગળવારે સલમાન મુંબઈ પહોંચ્યા અને 60 દિવસ બાદ પોતાના પરિવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન દબંગ ખાને જરૂરી સાવચેતીઓ પણ રાખી.

પેરેન્ટ્સને મળવા પહોંચ્યા સલમાન ખાન

પેરેન્ટ્સને મળવા પહોંચ્યા સલમાન ખાન

મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાને પોતાના મુંબઈ સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટમાં પરિવારજનો અને માતાપિતા સાથે મુલાકાત કરી અને પાછા પનવેલ જતા રહ્યા. ઘરવાળાને મળવા ઉપરાંત સલમાન ખાનના અચાનક મુંબઈ પહોંચવાનુ એક બીજુ કારણ પણ જણાવવામાં આવી રહ્યુ છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે કોરોના વાયરસના સંકટમાં તે એ જોવા ગયા હતા કે તેમના પિતાના રાહત કાર્યોમાં કોઈ અડચણ તો નથી આવી રહીને.

મુંબઈ પોલિસ પાસે માંગી હતી પરવાનગી

મુંબઈ પોલિસ પાસે માંગી હતી પરવાનગી

મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાને પોતાના ઘરે જવા માટે મુંબઈ પોલિસ પાસેથી પરવાનગી માંગી હતી. ઘરે પહોંચ્યા બાદ તેમણે સોશિયલ ડિસ્ટંસિંગનુ પણ પાલન કર્યુ અને અમુક કલાકો પેરેન્ટ્સ સાથે વિતાવીને રાત થતા પહેલા પનવેલ પાછા જતા રહ્યા. તમને જણાવી દઈએ કે પનવેલ ફાર્મ હાઉસમાં અભિનેતા ઉપરાંત તેમની બહેન અર્પિતા, જિજાજી આયુષ શર્મા, ભાણિયો આહિલ, ભત્રીજા નિર્વાણ સહિત સલમાનની દોસ્ત અને એકટ્રેસ જેકલીન ફર્નાન્ડીસ, વલુશ્વા ડિસૂઝા અને યુલિયા વંતૂર પણ ફસાયેલા છે.

બે દિવસ માટે આવ્યા હતા ફાર્મ હાઉસ અને અહીં ફસાઈ ગયા

બે દિવસ માટે આવ્યા હતા ફાર્મ હાઉસ અને અહીં ફસાઈ ગયા

પોતાના એક નિવેદનમાં સલમાન ખાને જણાવ્યુ કે તે ફાર્મ હાઉસમાં બે દિવસ માટે ગયા હતા પરંતુ ત્યારે લૉકડાઉન લાગુ થઈ ગયુ અને તે ત્યાં જ ફસાઈ ગયા. તમને જણાવી દઈએ કે કોરોના સંકટમાં સલમાન ખાન અને તેમની ટીમ મજૂરો માટે આગળ આવી છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 3000થી વધુ મજૂરોને મદદ પહોંચાડી રહ્યા છે જે લૉકડાઉના કારણે આજીવિકાની સમસ્યા સામે લડી રહ્યા છે. સલમાન ખાને પનવેલની આસપાસ 1000 સ્થાનિક પરિવારોને પણ રાશન ઉપલબ્ધ કરાવ્યુ છે.

લૉકડાઉનમાં બે ગીતો રિલીઝ કરી દીધા

લૉકડાઉનમાં બે ગીતો રિલીઝ કરી દીધા

આ દરમિયાન સલમાન ઘણા સાર્વજનિક સુરક્ષા વીડિયોમાં દેખાયા, પોતાના પ્રશંસકોને કાયદાનુ પાલન કરવાનો આગ્રહ કર્યો. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મુંબઈમાં પણ બધા કામકાજ ઠપ્પ છે. લૉકડાઉનમાં ખાલી સમયનો ઉપયોગ કરીને સલમાન ખાને બે ગીતો રિલીઝ કરી દીધા. જેને તેમણે દોસ્તોની મદથી પોતાના ફાર્મ હાઉસ પર શૂટ કર્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા હતા કે સલમાન ખાન પોતાની નવી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેના માટે તેમણે લૉકડાઉનમાં જ કાસ્ટીંગ શરૂ કરી દીધુ છે. આ શૂટિંગની અફવાઓ પર સલમાને સફાઈ આપતા કહ્યુ હતુ કે અફવાઓ પર વિશ્વાસ ન કરો. કોઈ મેલ કે મેસેજ પર વિશ્વાસ ન કરો. અફવા ફેલાવનારાઓને સલમાને ચેતવણી આપી હતી કે જે પણ મારા નામનો ઉપયોગ કરી રહ્યુ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Cyclone Amphan: હાવડા-દિલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ રદ, 8 રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટCyclone Amphan: હાવડા-દિલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ રદ, 8 રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ

View this post on Instagram

Be Home n Be Safe @nirvankhan15

A post shared by Salman Khan (@beingsalmankhan) on

English summary
After 60 days Salman Khan meet family members in Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X