વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનતી ધૂમ 3

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 31 ડિસેમ્બર : ગત 20મી ડિસેમ્બરે રિલીઝ થયેલી યશ રાજ બૅનરની ફિલ્મ ધૂમ 3એ માત્ર 11 દિવસમાં જ 211 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે વર્ષાંતે રિલીઝ થયેલી ફિલ્મ ધૂમ 3 વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને તેથી દરેકની જીભે આમિર ખાનનું જ નામ છે. ધૂમ 3 શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ તેમજ હૃતિક રોશન અભિનીત ક્રિશ 3 ફિલ્મને સરળતાથી માત કરનાર છે. ચેન્નઈ એક્સપ્રેસે 216 કરોડની કમાણી કરી હતી. આમિર ઉપરાંત ધૂમ 3માં કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે.

dhoom-3
ધૂમ 3 ગત 20મી ડિસેમ્બરે દેશના ચાર હજાર થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ નિર્માતા કમ્પની યશ રાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ સો કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. મલ્ટીમીડિયા કંબાઇન્સના રાજેશ થડાણીએ મીડિયાને જણાવ્યું કે ફિલ્મના હિન્દી સંસ્કરણે જ આખા દેશમાં અત્યાર સુધી 211 કરોડની કમાણી કરી લીધી છે. બીજી ભાષાઓમાં તેની કમાણી લગભગ 10 કરોડ રુપિયા છે. થડાણીએ જણાવ્યું - વિદેશોમાં પણ ફિલ્મે સારી કમાણી કરી છે. વિદેશોમાં તેની કમાણીનો આંકડો 100 કરોડ સુધી પહોંચી ગયો છે. આમ સરવાળે ધૂમ 3 ફિલ્મ 300 કરોડની કમાણી કરી ચુકી છે.

મુક્તા આર્ટ્સના સંજય ઘઈએ જણાવ્યું - મને પુરતો વિશ્વાસ છે કે ધૂમ 3 ભારતમાં 300 કરોડની કમાણી કરવામાં સફળ રહેશે, કારણ કે ફિલ્મના પ્રદર્શનમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ખામી જણાઈ નથી. જોઇએ આમિર ખાનની ધૂમ 3 300 કરોડના આંકડે પહોંચે છે કે કેમ? ફિલ્મમાં આમિર ખાન ડબલ રોલમાં છે, તો અભિનેતા તરીકે ઉદય ચોપરાની આ છેલ્લી ફિલ્મ છે.

English summary
The makers of 'Dhoom 3' have found the pot of gold with the fast-paced action thriller. The Hindi box office business of the Aamir Khan-starrer has reached Rs.211 crore and, looking at its pace, trade pundits predict it will soon cross the benchmark set Chennai Express.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.