For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની વારને પછાડી ધૂમ મચાવતી ધૂમ 3

|
Google Oneindia Gujarati News

કરાચી, 26 ડિસેમ્બર : આમિર ખાનની બૉલીવુડ ફિલ્મ ધૂમ 3 ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયા બાદ દેશ અને વિદેશમાં પણ ધૂમ-ધૂમ થઈ રહ્યું છે. ધૂમ 3એ તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યા છે. આ ફિલ્મે પાકિસ્તાનમાં રિલીઝ થવાના એક અઠવાડિયામાં જ બૉક્સ ઑફિસે તમામ રેકૉર્ડ તોડી નાંખ્યા છે. આ ફિલ્મના નામ સાથે નવા રેકૉર્ડ જોડાતા જાય છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના સિનેમા ઘરો ફિલ્મના દરરોજ પાંચ શો બતાવી રહ્યાં છે.

dhoom-3
મળતી માહિતી મુજબ કરાચીમાં ફિલ્મે પ્રથમ જ દિવસે બે કરોડની કમાણી કરી. અહીં 56 સ્ક્રીન્સ પર આ ફિલ્મ રિલીઝ થઈ છે. ધૂમ 3એ ગત મહીને રિલીઝ થયેલી પાકિસ્તાની ફિલ્મ વારની ઓપનિંગ ડેની કમાણીનો રેકૉર્ડ તોડ્યો. પાકિસ્તાનના પ્રમુખ વિતરક નદીમ માંડવીવાળાના જણાવ્યા મુજબ ઈદની રજાઓ દરમિયાન રિલીઝ થયેલી ભારત વિરોધી વાર ફિલ્મ 1.14 કરોડની કમાણી કરી હતી, પણ હવે ધૂમ 3ની કમાણીનો આંકડો તેને આંબી ગયો.

પાકિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં એવું પહેલી વાર થયું છે કે જ્યારે કરાચીમાં મલ્ટીપ્લેક્સ પોતાની તમામ સ્ક્રીનો ઉપર ધૂમ 3 રિલીઝ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં ધૂમ 3ની સફળતાનો એ વાત ઉપરથી અનુમાન કરી શકાય કે તેના દરરોજ પાંચ શો બતાવાઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં ધૂમ 3 એક મોટી હિટ છે અને આમિર ખાનનું હોવું તથા જોરદાર પ્રમોશનને જ તેનો શ્રેય આપી શકાય છે.

English summary
Bollywood icon Aamir Khan’s latest release Dhoom 3 has broken box office records in Pakistan in the first week of its release, with multiplexes running five shows a day to capitalise on interest in the film. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X