For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આદિત્ય બનાવશે DDLJની સિક્વલ, શાહરુખ ફરી બનશે રાજ, પણ સિમરન અંગે દ્વિઘા!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 જુલાઈ : રાજ-સિમરન... બૉલીવુડ જ નહીં, પણ સો વર્ષના સમગ્ર હિન્દી સિનેમાના અમર પાત્ર બની ચુક્યાં છે. રાજ-સિમરનનું નામ પડતા જ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ સાંભરવી આવવી સ્વાભાવિક છે. શાહરુખ ખાન અને કાજોલની આ રાજ-સિમરન તરીકેની જોડી આજે પણ મોસ્ટ રોમાંટિક જોડી ગણાય છે. આ જોડીને રૂપેરી પડદે સાકાર થયે આવતા વર્ષે 20 વર્ષ થઈ જશે.

હા જી, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજેના હુલામણા નામે લોકપ્રિય થયેલ ફિલ્મ 19 ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી અને 2015માં આ ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. યશ રાજ બૅનર્સ હેઠળની આ ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા હતાં અને શાહરુખ ખાન તથા કાજોલ લીડ કાસ્ટ હતાં. હવે આ ફિલ્મ અંગે એક મહત્વના અને આનંદદાયક સમાચાર મળી રહ્યાં છે કે આદિત્ય ચોપરા ડીડીએલજેને તેની 20મી વર્ષગાંઠે સલામી આપવા માટે તેની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ યશ રાજ બૅનર્સ હેઠળ આદિત્ય ચોપરા દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. જો બધુ સમસુથરુ પાર પડે, તો ડીડીએલજે ફિલ્મની સિક્વલ આવતા વર્ષે ડીડીએલજેની 20મી વર્ષગાંઠ પ્રસંગે જ રિલીઝ થશે. જાણવા એમ પણ મળે છે કે ફિલ્મના બંને અમર પાત્રો એટલે કે રાજ-સિમરન ફરીથી દર્શાવાશે અને રાજનું અમર પાત્ર રૂપેરી પડદે ફરીથી જીવંત કરશે શાહરુખ ખાન જ, પણ સિમરન અંગે દ્વિઘા છે, કારણ કે અત્યાર સુધી સિમરનના પાત્ર માટે કાજોલ જ હોવાનું સ્પષ્ટ થયું નથી.

ચાલો તસવીરો સાથે જાણીએ ડીડીએલજે અને તેની સિક્વલ અંગે વધુ વિગતો :

ડીડીએલજે

ડીડીએલજે

દિલવાલે દુલ્હનિયા ફિલ્મ 19મી ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી અને તેમાં શાહરુખ ખાન તથા કાજોલ લીડ રોલમાં હતાં.

રાજ-સિમરન અમર પાત્ર

રાજ-સિમરન અમર પાત્ર

ડીડીએલજે નામે લોકપ્રિય આ ફિલ્મમાં શાહરુખે રાજ તથા કાજોલે સિમરનના પાત્રો ભજવ્યા હતાં કે જેઓ હિન્દી સિનેમાના અમર પાત્રો બની ચુક્યાં છે.

વીસ વર્ષ

વીસ વર્ષ

ડીડીએલજેની રિલીઝને આવતા વર્ષે એટલે કે 2015માં વીસ વર્ષ થઈ જશે.

સલામીની તૈયારી

સલામીની તૈયારી

ડીડીએલજેના નિર્માતા આદિત્ય ચોપરા ડીડીએલજેને વીસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સલામી આપવાની તૈયારી કરી રહ્યાં છે.

બનાવશે સિક્વલ

બનાવશે સિક્વલ

આદિત્ય ચોપરા ડીડીએલજેની સિક્વલ બનાવવા માટે કમર કસી રહ્યા છે.

રાજ ફાઇનલ

રાજ ફાઇનલ

કહે છે કે ડીડીએલજેની સિક્વલમાં પણ શાહરુખ ખાન જ રાજનું પાત્ર ભજવશે.

સિમરન અંગે શંકા

સિમરન અંગે શંકા

ડીએલજેની સિક્વલમાં કાજોલ સિમરનનું પાત્ર ભજવશે કે કેમ? આ અંગે શંકા છે.

અજય-વાયઆરએફ અદાવત

અજય-વાયઆરએફ અદાવત

કાજોલ અંગે દ્વિઘા પાછળનું કારણ તેમના પતિ અજય દેવગણ અને યશ રાજ બૅનર વચ્ચે ઊભી થયેલી અદાવત છે.

જેટીએચજે-એસઓએસ વિવાદ

જેટીએચજે-એસઓએસ વિવાદ

અજય દેવગણ અને વાયઆરએફ વચ્ચે વિવાદ અજયની ફિલ્મ સન ઑફ સરદાર તથા વાયઆરએફની ફિલ્મ જબ તક હૈ જાન એક જ દિવસે રિલીઝ થવા અંગે ઊભો થયો હતો.

અજય-શાહરુખ

અજય-શાહરુખ

જેટીએચજે અને એસઓએસની રિલીઝ ડેટ અંગે થયેલ અદાવતના પગલે અજય દેવગણ અને શાહરુખ ખાન વચ્ચે પણ વિવાદ ઊભો થઈ ગયો હતો.

શાહરુખ-કાજોલ

શાહરુખ-કાજોલ

અજય-શાહરુખ વચ્ચે અદાવત ઊભી થતા શાહરુખ અને કાજોલની મૈત્રી ઉપર પણ અસર થઈ હતી.

શેટ્ટી બન્યા સેતુ

શેટ્ટી બન્યા સેતુ

તાજેતરમાં જ રોહિત શેટ્ટી અજય-શાહરુખના અણબનાવ વચ્ચે સેતુ તરીકે ઉપસ્યા હતાં.

સિંઘમના સેટ પર મિલન

સિંઘમના સેટ પર મિલન

શાહરુખ સાથે ચેન્નઈ એક્સપ્રેસ બનાવનાર રોહિત શેટ્ટી હાલમાં અજય સાથે સિંઘમ રિટર્ન્સ બનાવી રહ્યાં છે અને તેના સેટ ઉપર જ શાહરુખ-અજયનુ મિલન થયુ હોવાનો દાવો રોહિત શેટ્ટીએ કર્યો હતો.

મીડિયા પર આરોપ

મીડિયા પર આરોપ

એટલુ જ નહીં, અજયે પણ તાજેતરમાં જ કહ્યું કે શાહરુખ સાથે તેમને કોઈ વિવાદ નથી અને આ બધુ મીડિયાની દેણ છે.

જોઇએ શું થાય છે

જોઇએ શું થાય છે

હવે જોવાનું એ જ રહે છે કે ડીડીએલજેની સિક્વલમાં શાહરુખ-કાજોલની રાજ-સિમરન તરીકેની જોડી ફરીથી જોવા મળે છે કે કેમ?

English summary
Filmmaker Aditya Chopra will direct the sequel to the film Dilwale Dulhania Le Jayenge (DDLJ). Shahrukh Khan will reprise the role Raj. But, will his Simran aka actress Kajol will team up with him and Yash Raj Films? This is not yet clear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X