For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એઈમ્સનો પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ CBI માટે કેમ છે જરૂરી?

તમને એઈમ્સના રિપોર્ટ વિશે 10 પોઈન્ટમાં સમજાવીએ અને જણાવીએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસને ઉકેલવો કેટલો મહત્વપૂર્ણ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં એઈમ્સે પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ)ને સોંપી દીધો છે. એઈમ્સે સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ તેમના બચેલા 20 ટકા વિસરા સેમ્પલ દ્વારા કર્યો છે. એઈમ્સે પોતાનો ફાઈનલ રિપોર્ટ સોમવારે (28 સપ્ટેમ્બર) સોંપ્યો છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે સીબીઆઈ પણ પોતાનુ ફાઈનલ ક્લોઝર જલ્દી આપે. સીબીઆઈ સુશાંત કેસમાં હત્યા અને આત્મહત્યા એંગલ પર તપાસ કરી રહી છે. એઈમ્સનો આ રિપોર્ટ સીબીઆઈને ફાઈનલ પરિણામ પર પહોંચાડવામાં મદદ કરશે. તો આવો તમને એઈમ્સના રિપોર્ટ વિશે 10 પોઈન્ટમાં સમજાવીએ અને જણાવીએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસને ઉકેલવો કેટલો મહત્વપૂર્ણ છે.

એઈમ્સનો રિપોર્ટ નિર્ણાયક

એઈમ્સનો રિપોર્ટ નિર્ણાયક

1. ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ સુશાંત કેસમાં એઈમ્સનો રિપોર્ટ નિર્ણાયક હશે. જો કે સીબીઆઈ દ્વારા અત્યાર સુધી એકઠા કરવામાં આવેલ પુરાવાના આધારે જ ફાઈનલ કૉલ લેવામાં આવશે.
2. સુશાંત કેસની તપાસ કરી રહેલ એઈમ્સ મેડિકલ બોર્ડના પ્રમુખ ડૉ.સુધીર ગુપ્તાના જણાવ્યા મુજબ આ કેસમાં એઈમ્સ અને સીબીઆઈએ સાથે કામ કર્યુ છે, બંનેમાં સંમતિ બની છે પરંતુ હજુ પણ વિચાર-વિમર્શની જરૂર છે. હજુ આ કેસમાં કાનૂની અડચણોને જોવી ઘણી જરૂરી છે.
3. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ, વિકાસ સિંહે પહેલા દાવો કર્યો હતો કે એઈમ્સના ડૉક્ટરોના રિપોર્ટ અનુસાર, અભિનેતાના મોતનુ કારણ 200 ટકા ગળુ દબાવવાનુ હતુ. વિકાસ સિંહે કહ્યુ હતુ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસને હત્યામાં બદલવાનો નિર્ણય કરવામાં સીબીઆઈ વિલંબ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે એઈમ્સની ટીમનો હિસ્સો રહેલ ડૉક્ટરે મને બહુ પહેલાથી જ સુશાંતનો ફોટો જોઈને કહ્યુ હતુકે આ ગળુ દબાવીને કરવામાં આવેલી હત્યા છે નહિ કે આત્મહત્યા.

ફોટાના આધારે હત્યા કે આત્મહત્યાના નિષ્કર્ષ પર ન આવી શકીએ

ફોટાના આધારે હત્યા કે આત્મહત્યાના નિષ્કર્ષ પર ન આવી શકીએ

4. જો કે ડૉ. સુધીર ગુપ્તાએ આ દાવાઓને ખોટા ગણાવી દીધા હતા. વિકાસ સિંહના દાવાઓનો જવાબ આપીને ડૉ. સુધીર ગુપ્તાએ ઈન્ડિયા ટુડેને જણાવ્યુ હતુ, તપાસ હજુ પણ ચાલી રહી છે. તે યોગ્ય નથી. અમે માત્ર ફોટાના આધારે હત્યા કે આત્મહત્યાના નિષ્કર્ષ પર ન આવી શકીએ. વધુ તપાસ હજુ પણ ચાલુ છે.
5. રિયા ચક્રવર્તીના વકીલ, સતીષ માનશિંદેએ વિકાસ સિંહના નિવેદનના જવાબમાં કેસની તપાસ માટે એક નવુ મેડિકલ બોર્ડ બનાવવાની માંગ કરી છે. એમ કહીને એજન્સીઓ પર દબાણ કરવામાં આવી રહ્યુ છે, માનશિંદેએ કહ્યુ, સુશાંત કેસમાં ડૉ.ગુપ્તાની આગેવાનીવાળી ટીમમાં એઈમ્સના એક ડૉક્ટર દ્વારા 200 ટકા ગળુ દબાવવાની ઘટનાનો ખુલાસો ફોટાના આધારે કરવો એક ખતરનાક પ્રવૃત્તિ છે. તપાસ નિષ્પક્ષ હોવા માટે સીબીઆઈએ એક નવુ મેડિકલ બોર્ડ રચવુ જોઈએ.
6. સુશાંત સિંહ રાજપૂતને 14 જૂને તેમના મુંબઈ સ્થિત ઘરે મૃત જોવામાં આવ્યા બાદ મુંબઈ પોલિસ પ્રારંભિક તપાસમાં આત્મહત્યાને મોતનુ કારણ ગણાવ્યુ હતુ. સુશાંત સિંહ રાજપૂતના ઑટોપ્સી રિપોર્ટમાં મોતનુ કારણ દમ ઘૂંટવાના કારણે ગણાવવામાં આવ્યુ હતુ.

એવા કોઈ પુરાવા નથી મળ્યા જે હત્યા તરફ ઈશારો કરે

એવા કોઈ પુરાવા નથી મળ્યા જે હત્યા તરફ ઈશારો કરે

7. સીબીઆઈની અત્યાર સુધીની તપાસમાં એવા કોઈ પુરાવા નથી મળ્યા જે હત્યા તરફ ઈશારો કરે. માટે સીબીઆઈ એઈમ્સના રિપોર્ટ પર ઘણો વધુ આધાર રાખશે. સુશાંતના મોત કેસમાં તપાસ માટે રચેલી સીબીઆઈની વિશેષ તપાસ ટીમ(એસઆઈટી) તપાસનીદિશા નક્કી કરવા માટે એઈમ્સના ડૉક્ટરો સાથે સંપર્કમાં હતી.
8. સુશાંત સિંહ રાજપૂતના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર તેમના મોત બાદ સામે આવ્યા. ફોટામાં લીલા રંગનો કૂર્તો અને એક બાથરૉબ બેલ્ટ જોઈ શકાય છે. જ્યારે મુંબઈ પોલિસે પોતાના રિપોર્ટમાં કહ્યુ કે અભિનેતાએ લીલા રંગના કૂર્તાની મદદથી ખુદને ફાંસી લગાવી, ઘણાએ તેમના રૂમમાં બાથરૉબ બેલ્ટની ઉપસ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા બાદ સુશાંતા પ્રશંસકોએ અનુમાન લગાવ્યુ કે અભિેનેતાને બાથરૉબ બેલ્ટની મદદથી ગળુ દબાવી દીધુ હતુ અને કૂર્તાનો ઉપયોગ કરીને લટકાવી દીધા હતા.

નિવેદન પણ હોય છે મહત્વના

નિવેદન પણ હોય છે મહત્વના

9. સીબીઆઈને કેસને ઉકેલવા માટે વધુ ફૉરેન્સિક ટીમ પર નિર્ભર રહેવુ પડે છે. આ ઉપરાંત લોકોના નિવેદન મહત્વના હોય છે. મુંબઈ પોલિસે ફૉરેન્સિક પુરાવા એકઠા કર્યા બાદ તેમને મુંબઈના કલિનામાં ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી દીધા હતા. મુંબઈ પોલિસે તેમના દ્વારા એકત્ર કરેલા વિસરાના સેમ્પલના લગભગ 80 ટકા પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવી ચૂક્યા હતા. સીબીઆઈને બાકીના 20 ટકા વિસરા સેમ્પલ મળ્યા હતા. ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીના સૂત્રોએ ખુલાસો કર્યો કે સુશાંતના ડીએનએ, તેમના લોહી અને અન્ય અંગોમાંથી લીધેલા નમૂનામાંથી લગભગ 80 ટકાનો ઉપયોગ મુંબઈ પોલિસે કર્યો છે. કલિના પ્રયોગશાળામાં હજુ પણ નમૂનાના 20 ટકા બચ્યા છે જે સીબીઆઈની તપાસમાં કામ લાગશે. વિસરાના નમૂના ઉપરાંત, ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સુશાંતના રૂમમાંથી મળેલ દવાઓ અને સિગરેટના પુરાવા પણ છે.
એઈમ્સનો અંતિમ રિપોર્ટ સોમવાર(28 સપ્ટેમ્બર)સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. એઈમ્સના ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યુ કે કેસ સાથે જોડાયેલ અમુક તથ્યો સીબીઆઈને સોંપવામાં આવ્યા છે અને જો બીજી કોઈ વસ્તુઓ શેર કરવાની હશે તો બંને ટીમો એક વાર ફરીથી મુલાકાત કરશે.

રિયા ચક્રવર્તી અને શોવિકની જામીન અરજી પર આજે સુનાવણીરિયા ચક્રવર્તી અને શોવિકની જામીન અરજી પર આજે સુનાવણી

English summary
AIIMS post-mortem and viscera final report was submitted to the CBI on Monday. Know the importance of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X